અરીસા બહારના પ્રશ્નો – જુગલ દરજી

ન તો ચહેરા વિશે કે ના કોઈ શૃંગારના પ્રશ્નો,અરીસો પૂછશે તમને અરીસા બહારના પ્રશ્નો. તમે સંબંધના છેડે મૂક્યા તકરારના પ્રશ્નો,અને મેં સાચવી રાખ્યા છે પહેલીવારના પ્રશ્નો. વધુ શ્રદ્ધા જ કાળી રાતનું કારણ બની ગઈ છે,અમે દીવા ઉપર છોડ્યા હતા અંધારના પ્રશ્નો કર્યું છે સૃષ્ટિનું સર્જન નિરાકારી કોઈ તત્વેપ્રથમ તો એને પણ ઉઠ્યા હશે આકારના પ્રશ્નો. … Read more

તૂટેલા ગઢનું ગીત ~ પરેશ દવે

ગાબડાંસોંતો ગઢ ઊભો છે કૈં ગોકીરા ગાળી,ગઢની ટોચે ફજેત ફાળકો દેશે ખુદને ઢાળી! પળનાં એવાં કટક ચઢ્યાં કેખટકમાં ખતવાણા,અંધારે જઈ કર્યા કાટકાને કાજળથી કરપાણા. ગઢની ટોચે ફજેત ફાળકો ખુદને દેતો તાળી! ગઢવી બેઠો ગીત ભણેને થઈ જાય ઘાવ રાતાં,પળની સામું ખર્યાં કાંગરેરાજિયા કૂટાતા. હારજીતના કૈંક મામલા બેઠા છે ઓગાળી! પરેશ દવે

ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી – કવિ દાદ

ભીંત્યું કેવી તમે ભાગ્યશાળી .       ગાર્યુ કરે ગોરા હાથવાળી; ગોપી ચીતરી કાનુડો ચીતર્યો, .       ચીતર્યા ગોપ ને ગોવાળી.   ભીંત્યું.. ખરબચડા જેવી તું ઊભી’તી  ખોરડે, .       અટૂલી ને ઓશિયાળી; ચૂડીયુંવાળા હાથે છંદાણી તું, .       સુખણી થઈ ગઈ સુંવાળી. ભીંત્યું ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી, .       ન પેનિયું કોઈએ  નિહાળી; પદમણી તારી … Read more

પાયલનો ઝંકાર હતો – વેણીભાઈ પુરોહિત

એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો. એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો. જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો. ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો?નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો … Read more

કે’જો રે… – દલપત પઢિયાર

કે’જો રે… – દલપત પઢિયાર પેલા મોરલા ને કે’જો રે અમારે પણ ગાવું રે .એની રંગ રંગ ટીલડી રે અમારે રંગાવુ છે! પેલા ભમરા ને કે’જો રે અમારે પણ ગાવું છે,પહેલા મહેક મહેક ફૂલડે રે ફોરમ છલકાવું છે! પેલી કોયલ ને કે’જો રે અમારે પણ ગાવું છે,એના ટહુકા ની ડાળે રે જોઈને વન થાવું છે! … Read more

error: Content is protected !!