આપની તહેનાતમાં – ‘લક્ષ્ય’ ઠક્કર

Share it via

હોય છે આખું ભૂમંડલ આપની તહેનાતમાં
વાયરા, પાતાળ, નભ, જળ આપની તહેનાતમાં

બાગમાં પણ આપનો ઠસ્સો ગજબનો હોય છે
પગને ચૂમવા પુષ્પ, ઝાકળ આપની તહેનાતમાં

આપના રક્ષા-કવચનો ઠસ્સો ગજબનો હોય છે
પાય, નૌકા ‘વા’ – ત્રણે દળ આપની તહેનાતમાં

આપ ઝટકો કેશ : ગોરંભાય છે આખું ગગન
આપ જ્યાં ચાહો કે વાદળ આપની તહેનાતમાં

આંખ માદક મીંચશો પળભર અને જ્યાં ખોલશો
‘લક્ષ્ય’ લઈને રાત, કાજળ આપની તહેનાતમાં?

‘લક્ષ્ય’ ઠક્કર

Leave a Comment

error: Content is protected !!