ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું? – ખલીલ ધનતેજવી

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું?
તબિયત વબિયત પૂછી લેજો, બીજું શું?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો, બીજું શું?

માફ કરો, અંગુઠો મારે પાસે નથી,
મારું માથું કાપી લેજો, બીજું શું?

આંગણું વાંકું સીધું જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો, બીજું શું?

પરસેવાની સોડમ લઈને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો, બીજું શું?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે’ છે,
તમે પરસ્પર સમજી લેજો, બીજું શું?

આજે અમને દાદ ન આપો, કાંઈ નહીં
આજે અમને સાંખી લેજો. બીજું શું.

ખલીલ ધનતેજવી

Leave a Comment

error: Content is protected !!