જાવાનું છે – જીત જોબનપુત્રા

વાયરાને બસ વાવાનું છે
જંગલ થરથર થાવાનું છે

એવું નથી અહીં કોયલ બોલે
તમરાને પણ ગાવાનું છે

જળાશય છો ખાલી પડ્યાં
સ્નેહ સરોવર ન્હાવાનું છે

રાતવરત છે ફરવાનું,પછી
ઊંધા થઈ લટકાવાનું છે

અવધૂતોએ દિશા પ્હેરી
શાને પછી સંતાવાનું છે

કોઈ એવા તરભેટે ઊભાં
માર્ગ નથી પણ જાવાનું છે

જીત જોબનપુત્રા

Leave a Comment

error: Content is protected !!