ત્યાં તો તળિયા આવે – અશરફ ડબાવાલા

ઘરમાં એવાં કો’ક દિવસ ચોઘડિયા આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં
એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયા આવે.

ડગલું એક ભરી શકવાના હોંશ નથી; પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયા આવે

ઘંટીના પથ્થરની જેવા વિચાર છે, ને-
મારી તારી વચ્ચે બબ્બે દરિયા આવે

શબ્દોની હૂંડી લઈ ભાષા સામે ઊભો;
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

અશરફ ડબાવાલા

Leave a Comment

error: Content is protected !!