પુણ્યને પડકારવાનું મન થયું -ઇકબાલ મોતીવાલા

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું
આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.

સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને શણગારવાનું મન થયું.

ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.

જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું,

આયનામાં ખુદને મળવાની ઈચ્છા હતી,
ક્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?

ઇકબાલ મોતીવાલા

Leave a Comment

error: Content is protected !!