મંદિર તારું – જયંતીલાલ આચાર્ય

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે.
પળ પળ તારા દર્શન થાયે,
દેખે દેખણહારા રે.

નહીં પુજારી, નહીં કો દેવા,
નહીં મંદિરને તાળા રે.
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે. … મંદિર તારું …

વર્ણન કરતા શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે.
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરા રે. …મંદિર તારું …

Leave a Comment

error: Content is protected !!