સાચા પ્રવાસમાં જીવ્યા – વિહંગ વ્યાસ

જીવવાનાં પ્રયાસમાં જીવ્યા
કોણ હોશોહવાસમાં જીવ્યા

પૃથ્વિને જે પડાવ માને છે
એજ સાચા પ્રવાસમાં જીવ્યા

કોઇ વીંધાતુ જાય વાણીથી
કોઇ વાણી વિલાસમાં જીવ્યા

ગર્ભમાં ગોળ ગોળ ઘૂમીને
એક કાળા ઉજાસમાં જીવ્યા

આપણે ભરબજારની વચ્ચે
પૂર્ણ એકાંતવાસમાં જીવ્યા

મોક્ષ પામ્યા પછી ઘણાં લોકો
આપણી આસપાસમાં જીવ્યા

~ વિહંગ વ્યાસ

Leave a Comment

error: Content is protected !!