હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા

Share it via

સખીરી, હરિ વરસે તો પલળું
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું

હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢ
હરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ

તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડું
સખીરી, હરિ વરસે તો પલળું

હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળ
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ?

હરિ કનડતા ના વરસી – હું કોરી રહીને કનડું
સખીરી, હરિ વરસે તો પલળું

1 thought on “હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા”

Leave a Comment

error: Content is protected !!