અનહદ – માધવ રામાનુજ

Share it via

આપનાર આપીને ભૂલી ન જાય-
અને લેનારા રાખે ન યાદ !
કેવું એ દાન અરે કેવું વરદાન
કેવો જીવતરનો અનહદ સંવાદ !….

અબજોના અબજોનું આપ્યું અજવાળું
ને ઉપરથી અઢળક અંધાર,
મોંઘામાં મોંઘો આ પ્રાણ અને વાયુ
આ ધરતીને સૃષ્ટિનો સાર-
આપ્યું એ ભૂલી ન આપ્યાની રોજરોજ
કરતા રહ્યા રે ફરિયાદ…..

એમ તો એકાંતમાં કે ભીડમાં કે ગમે ત્યાં
મનને બેસાડો લઈ માળા-
જુઓ પછી ભીતરની દોમદોમ સાહ્યબીના
સાતે પાતાળના ઉછાળા !
અંતરથી અંતરમાં ઊતરીને અંતરને
ધીરેથી કરી જુઓ સાદ !

-એવું આ દાન અરે, એવું વરદાન
પછી જીવતરનો અનહદ આનંદ…..

માધવ રામાનુજ

Leave a Comment

error: Content is protected !!