કાયમ હજારી

Share it via

તમે આવો તો દીલને, ઘણો આરામ થઈ જાશે

તમારા સમ, અમારી જિંદગી ગુલફામ થઈ જાશે

મહોબ્બતના સુરાલયમાં જરા આવો, જરા આવો !!

અહી મસ્તી છે એવી,જિંદગી ખુદ જામ થઈ જાશે.

હથેળી અગર છુટ્ટી કરીને  ગોઠવી દઉં જો-

તો મારી ભાગ્ય-રેખાઓ તમારું નામ થઈ જાશે.

મહોબ્બતના આ બંધન તો છે મુક્તિથી વધુ પ્યારા;

જીવન એ પ્યારા બંધમાં, વધુ બેફામ થઈ જાશે

ફક્ત બે ચાર પળ પૂરતા જો અંતિમ ટાણે આવો’તો;

તમારું નામ થઈ જાશે, અમારું કામ થઈ જાશે.

લઉં છુ નામ એનું શ્વાસે- શ્વાસે એટલે ‘કાયમ’

ખબર કોને છે ? ક્યારે, જિંદગી શામ થઈ જાશે.

  • કાયમ હજારી

1 thought on “કાયમ હજારી”

Leave a Comment

error: Content is protected !!