ચૂમી હતી – ભગવતીકુમાર શર્મા

Share it via

મેં તને એક ભીનાભીના શ્વાસમાં ચૂમી હતી
ગુલમહોરી છાંયડે કે ઘાસમાં ચૂમી હતી

શી ખબર ઊગશે ગઝલ કે ગીત મ્હોરી ઊઠશે?
મેં કવિતાના ચસોચાસ પ્રાસમાં ચૂમી હતી

આંખ મીંચી કે તરત અંધાર ઊતર્યો મ્હેક મ્હેક
ને તને ફરિયાદ કે અજવાસમાં ચૂમી હતી !

જે શરદ પૂનમ થઈ ખીલી હતી તે તો અમાસ
મેં તને લયલીન થઈને રાસમાં ચૂમી હતી

ઉપસી આવ્યા છે લીલા ડાઘ કંઇ રૂંવે રૂંવે
મેં તને વિષપાન જેવી પ્યાસમાં ચૂમી હતી.

ભગવતીકુમાર શર્મા

Leave a Comment

error: Content is protected !!