ઠરી ગયા શબ્દો

Share it via

ઠરી ગયા શબ્દો

એક ભારેખમ હિમ

આંખ, કાન, નાક – બધા વાતે ઉતરે છે મનમાં.

સૂરજ કોઈ કાળી બિલાળી થઈ

ભરાઈ બેઠો છે

દાદરાની જરજરીત સીડી પાછળ.

પહેલે  પગથિયે થઈ દીધો

ને દાદરો જમીનદોસ્ત !

ઊંચાઈની વાત વેરાઈ ગઈ વેરાનમાં…

આવે તો કોક એકલદોકલ થોર પર થરકતું કાંટાળું મૌન…

 -થીજી ગયેલ શબ્દોમાં બરછટ પડઘા જેવુ મજબૂર છતાં મજબૂત !

  • ચંદ્રકાંત શેઠ

(કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર)

‘પવન રૂપેરી’, ‘ઊઘડતી દીવાલો’, ‘પડઘાની પેલે પાર’, કાવ્યસંગ્રહો

‘ધૂળમાંની પગલીઓ’ સંસ્મરણો માટે સાહિત્ય અડદમી ઍવોર્ડ

http://filmtalk.in    

visit our new website about Golden Era Of India Cinema

1 thought on “ઠરી ગયા શબ્દો”

Leave a Comment

error: Content is protected !!