બરફનાં પંખી – અનિલ જોશી

Share it via

અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો
અમે ઉઘાડે ડિલે.
ઓગળતી કાયાનાં ટીપાં
કમળપાંદડી ઝીલે

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા!
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરાણાં થઇએ

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યા
અમે બરફનાં પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં

( બરફનાં પંખી – પૃ.  30)

અનિલ જોશી

visit our new website kahumbo.com

Leave a Comment

error: Content is protected !!