વરસાદ

Share it via

વરસાદડો તો પહેલુકથી છે સાવ વાયડો છાંટે છાંટે એ મુંને દબડાવે જાણે હું બૈરું ને ઈ મારો ભાયડો !

ચામડીને ચાવળાં અડપલાં કરીને મુંને મારે વીજળીઓના ઝાટકા
છાંટાથી છાતી ઉઝરડીને મહીં મૂવો ભભરાવે મીઠાના વાટકા !

લોહીનું ટીપું ટીપું સૈડ – સૈડ સસડે ને મળે નહીં ચપટીયે છાંયડો … .

વાદળની ડેલીએ ચાકરી કરે છે પણ રોફ કરે એમ – જાણે શેઠિયો !
સૂરજને પૂછો તો કહેશે કે ઈ તો છે દરિયાની પેઢીનો વેઠિયો . . .

એ તો છે મુંને મારી કાયામાં પૂરી , વ્હાર પહેરાઓ ભરતો સિપાઈડો . . .

-રમેશ પારેખ

Leave a Comment

error: Content is protected !!