વળાવી બા આવી – ઉશનસ્

Share it via

રજાઓ દીવાળીતણી થઈ પૂરી, ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલા ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં

સદાનાં ગંગામાંસ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એણે સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવાર ઊપડ્યા લેઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી;

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ)

અમારી નવી વેબસાઈટ https://www.kahumbo.com ની મુલાકાત લીધી ?

Leave a Comment

error: Content is protected !!