શ્યામ સાધુ

Share it via

વસ્ત્ર ભીનાં હો, નીતારી નાખીએ
પણ ઉદાસી ક્યાં ઉતારી નાખીએ?

એક પળ બસ એક પળ આપી જુઓઃ
કેવું જીવનને મઠારી નાખીએ!

ફૂલ મહેક્યા જેવી થઇ છે લાગણી
ચાલો, તમને પણ વિચારી નાખીએ

સાવ ઝાંખા છે પરિચયના દીવા
રાતવાસો ક્યાં ગુજારી નાખીએ?

શ્યામ સાધુ

શ્યામ સાધુ ‍(મૂળ નામ: શામળદાસ મૂળદાસ સોલંકી)

જન્મ   જૂન – 15, 1941 ; જૂનાગઢ   અવસાન  16 – ડીસેમ્બર , 2001

તેમનું વતન જુનાગઢ હતું અને તેઓએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલો. સાવ અલગારી જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું. તેમણે મુખ્ચત્વે ગઝલ સર્જન કર્યું હતું. “યયાવરી” તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે, જે ૧૯૭૨માં બહાર પડેલો, ત્યારે આ યુવાકવિ પ્રત્યે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયેલું. આ ઉપરાંત “થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય” અને “આત્મકથાનાં પાનાં” માં કવિ-સર્જક તરીકેની તેમની મુદ્રાઓ ઊપસી આવેલી. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંજુ વાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્યસર્જન “ઘર સામે સરોવર” નામે પ્રકાશિત થયું છે.

Leave a Comment

error: Content is protected !!