હું ન હોઉં ત્યારે – ધ્રુવ ભટ્ટ

હું ન હોઉં ત્યારેસભા ભરશો નહીંન કોઈ લેખ લખશો ન લખાવશો મારા વિશેસામાયિકોનાં રૂપાળાં પાનાંની કિનારી કાળી તો કરશો જ નહીંમારી આ વિનંતી બે કારણે છેએક તો એ કે આ બધું થતું હોય ત્યારે શક્ય છે કે(મૃત્યુ પછી વિશે હું કંઈ જાણતો નથી, પણ)હું આવી સભામાં ક્યાંક કોઈ ખૂણે બેઠો હોઉં તો ?ક્યાંક બેસીને વાંચતો … Read more

ચૂમી છે તને

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની … Read more

મેં તો સફરમાં સંગાથ કીધો

મેં તો સફરમાં સંગાથ કીધો મેં તો સફરમાં રંગ ઢોળી દીધો મેં તો સફરમાં સંગાથ કીધો એક સફર કીધી ભગતસિંહ સંગે મા ભારતીના કદમોને ચૂમી રંગ કેશરિયો અઢળક છલક્યો ને છલકી ત્યાં સૌની ખુમારી સુખદેવ, તિલક અને રાજગુરુ સંગ મેં તો ભર ભર કેશરિયો પીધો મેં તો સફરમાં સંગાથ કીધો બીજી સફર મારી ગાંધી બાપુ … Read more

જીવરાજ હોજી

હે જી મરણાસન્ન પોઢ્યા રે જીવરાજ હોજી શૂન્નસપાટે તાલવરન્ધર રાજ થયાં તારાજ હોજી જળ નદિયુંનાં થંભી થંભી થયાં તળાવનાં પાણી શ્વાસ અગનની ચિતા બન્યા રે જેમ તત્વની વાણી તળાવદાદુર બજવે મૌન પખવાજ હે જી મરણાસન્ન પોઢ્યા રે જીવરાજ હોજી ઝાકળ મેલી સૂરજ વસ્તર પ્હેર્યાં ,ઓઢ્યાં રે અંબર અવકાશાંએ એ પર ઢોળ્યાં અગમ નિગમનાં ચમ્મર અનહદ … Read more

ઠરી ગયા શબ્દો

ઠરી ગયા શબ્દો એક ભારેખમ હિમ આંખ, કાન, નાક – બધા વાતે ઉતરે છે મનમાં. સૂરજ કોઈ કાળી બિલાળી થઈ ભરાઈ બેઠો છે દાદરાની જરજરીત સીડી પાછળ. પહેલે  પગથિયે થઈ દીધો ને દાદરો જમીનદોસ્ત ! ઊંચાઈની વાત વેરાઈ ગઈ વેરાનમાં… આવે તો કોક એકલદોકલ થોર પર થરકતું કાંટાળું મૌન…  -થીજી ગયેલ શબ્દોમાં બરછટ પડઘા જેવુ … Read more

error: Content is protected !!