લખે છે…!

રોજ એવું શું લખે ચોગમ લખે છે, જે લખે છે તે કશું મોઘમ લખે છે. વાત પર વિશ્વાસ કરજો ત્યાં તમે, અંતમાં તો એ તમારા સમ લખે છે. આંખથી આંખો મળે તો બે જ પળમાં ફૂલ ફળ કે ઈવ ને આદમ લખે છે. જો નજર માંડે જરા વાદળ તરફ તો, તપ્ત ધરતીની મધુર સોડમ લખે … Read more

તું હતી સાથમાં ! – નિરંજન ભગત

તું હતી સાથમાં!તું પ્રિયે, રમ્યગાત્રી,હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,ને હું અને તું હતાં બે જ યાત્રી,જતાં હાથ લૈ હાથમાં!તું હતી સાથમાં! જાણ્યું ના આપણે બે જણેએવી તે કઈ ક્ષણેકોઈ મુગ્ધા સમી મંજરીડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,એક નિઃશ્વાસ નમણો ભરીઆપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી! જાણ્યું ના આપણે બે જણેએવી તે કઈ ક્ષણેકુંજની કામિની કોકિલા,કંઠ પર … Read more

પ્રાર્થનાપોથી

એક જ દે ચિનગારી, મહાનલ ! એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડયો, ન ફળી મહેનત મારી. ચાંદો સળગ્યો, સુરજ સળગ્યો, સળગી આભ અટારી; ના સળગી એક સગળી મારી, વાત વિપતની ભારી ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી; વિશ્વાનલ ! હુ અધિક ન માગું, માંગુ એક … Read more

જિગર જોશી ‘પ્રેમ’

જિંદગીભરના ગ્રહણવાળી મળી છે દોસ્ત રાશી મને,જેમ બાળક માને વળગે એમ વળગી છે ઉદાસી મને. માર્ગ સાથે કોઈ સંબંધો નથી આમ તો,કોઈ પગલું કાયમી રાખે પ્રવાસી મને. વેદનાના ગર્ભને વાઢવારાત આપી છે અમાસી મને. ચાંદની સ્પર્શવા,દે અગાસી મને. જિગર જોશી ‘પ્રેમ’ તડકાની મોસમમાં લાગે છે ટાઢક ને ઠંડીની મોસમમાં લૂ…તને સત્તરમું બેઠું કે શું ? … Read more

રીત ખોટી છે

અહીંથી રોજ ઝઘડીને જવાની રીત ખોટી છે, તું બોલે રીતનું પણ બોલવાની રીત ખોટી છે. નથી કહેતો કે રાતે જાગવાની રીત ખોટી છે, ઊઠીને આ ગમે ત્યાં ચાલવાની રીત ખોટી છે. ઉડાડી મૂકી આખા માંડવામાં ધૂળ, સખ્ખત ધૂળ, ઘણાં કહે છે કે ‘તારી નાચવાની રીત ખોટી છે.’ તમે જાણો છો, કે હું કેમ અટક્યો, કેમ … Read more

error: Content is protected !!