નીકળવું છે ~ હરજીવન દાફડા

વારાફરતે વારામાંથી નીકળવું છે;મારે આ જન્મારામાંથી નીકળવું છે; જન્મોથી હું એની અંદર જકડાયો છું,ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે; તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,મારે તારા-મારામાંથી નીકળવું છે; કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?સંસારી આ ધારામાંથી નીકળવું છે; અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,ભીતરના અંધારામાંથી નીકળવું છે. ~ હરજીવન દાફડા

મોકો જ માને છે ! – ડૉ.મનોજ જોશી ‘મન’

દિવસ ને રાત પુજે છે અને નોખો જ માને છે !ઘણાં લોકો મને માણસ નહીં ! મોકો જ માને છે ! બધા આવે છે,બેસે છે અને પાછાં જતા રહે છે,મને સૌ વૃક્ષનાં બદલે ફકત ઓટો જ માને છે ! ઘણાં ઘટ-ઘટ કરી પીવે મને ખાલી કરી નાંખે !પછી ચીરે મલાઈ કાઢવા ! ત્રોફો જ માને … Read more

કેવું કરી બેઠા છીએ ? – આહમદ મકરાણી

આ સમયના મંચ પર હોકો ભરી બેઠા છીએ,ક્યાં ખબર છે કોઈને કેવું કરી બેઠા છીએ ? મોજથી જીવ્યા કરું છું, ક્યાં ફિકર છે કોઈની,એકલા હોવા છતાં મહેફિલ ભરી બેઠા છીએ. લાખ કોશિશો કરે પણ હાથમાં આવે નહીં,હર દુઃખોના હાથમાંથી કાયમ સરી બેઠા છીએ. મધદરિયે શું થયું ? એની વિગતમાં ના પડો,બાવડાના જોરથી દરિયો તરી બેઠા … Read more

રે આજ અષાઢ આયો – નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો ! દૂરને દખ્ખણ મીટ માંડીનેમોરલે નાખી ટ્હેલ,વાદળી સાગરસેજ છાંડીનેવરસી હેતની હેલ;એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો ! મેધવીણાને કોમલ તારેમેલ્યાં વીજલ નૂર,મેહુલાએ ત્યાં જલની ધારેરેલ્યા મલ્હારસૂર;એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો ! જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,સંસાર મ્હાલ્યો સંગ,અલકાથી હું દૂર, તે સાલ્યો,મને, ન લાગ્યો રંગ;એ સૌને … Read more

ચૈતર આયો -હર્ષિદા દીપક

અત્તરિયા ઓશીકે મઘમઘ ફાગણ ફાયો ચૈતર આયો…..કુંજ કુંજ માં કેસરિયાળો રસ પથરાયો ચૈતર આયો …. વગડા વચ્ચે ઊભો જાણે સોળ સજી શણગાર ,ખેતર શેઢે આવ્યો વ્હાલો તેજીલો અસવાર ,અંધારી રાત્યુમાં વાયુ હળવે વાયો ચૈતર આયો ટહુકાભીની રાતલડીની વાતો શમણે પહેરી ,ઝિલમિલ તારાના ચમકારે એવી લીધી ઘેરી ,ચાંદાના મદઝર્યા હેતે ઘટ છલકાયો ચૈતર આયો …. તારા … Read more

error: Content is protected !!