કોમળ કોમળ – માધવ રામાનુજ

Madhav Ramanuj

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળસાથરે ફૂલડાં ઢાળજો રે કોમળ કોમળ… આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ રૂંવેરૂંવે કાંટા ઊગીયારે અમને રૂંધ્યા રગેરગ; ઊના તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ પે’ર્યા ઓઢયાંના ઓરતા રે છોગે છેલ ગુલાબી આંખમાં રાત્યું આંજતા રે અમે – ઘેન … Read more

માણસ મને હૈયા સરસો લાગે – સુરેશ દલાલ

ક્યારેક સારો લાગે, ક્યારેક નરસો લાગેતોયે માણસ મને હૈયાસરસો લાગે દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છેસારું ને બૂલ્લરું બોલે એવો બે હોઠ છેએને ઓળખતાં વરસોનાં વારસો લાગેતોયે માણસ મને હૈયાસરસો લાગે ઘડીક સાચો લાગે ઘડીક જૂઠો લાગેઘડીક લાગણીભર્યો, ઘડીક બુઠ્ઠો લાગેકાયરેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગેતોયે માણસ મને હૈયાસરસો લાગે ક્યારેક ભૂલો … Read more

કુમળી હથોડી –ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે? તમારે સાંજને સામે કિનારે જાવું હો,તો વાતચીતની હલ્લેસા-સભર હોડી છે. સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,હું નથી માણતો : આ ચંદ્ર ગપોડી છે ! ગઝલ કે ગીત એ વરફારતી પ્હેરે છે :કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ? જન્મ તારીખ : … Read more

માણસ બહુ બહુ તો ટોળે વળી શકે !- અશરફ ડબાવાલા

અશરફ ડબાવાલા

પોતાથી અલગ થઈને બીજું શું કરી શકે;માણસ બહુ બહુ તો ટોળે વળી શકે ! કાગળની સાથે વાત ગમે ત્યારે થઈ શકે;શાહી સૂરજ નથી કે સાંજે ઢળી શકે. છે મ્હેલોનો હુકમ કે એને દેશવટો દ્યોદરવાજો ખૂલતાં જ બધું જે કળી શકે.`જે બહારના લય-તાલમાં ઝૂમી જનાર છે;ઢોલકમાં જઇ અવાજ નહીં સાંભળી શકે. દ્વારો પવનથી ઊઘડે એવા બધા … Read more

અમે ન્યાલ થઈ ગયા – અદમ ટંકારવી

લઈને તમારું નામ, અમે ન્યાલ થઈ ગયા,દ્વિધા મટી તમામ, અમે ન્યાલ થઈ ગયા. શોધીને એક મુકામ, અમે ન્યાલ થઈ ગયા,છોડીને દોડધામ, અમે ન્યાલ થઈ ગયા. ડહાપણને રામ રામ ! અમે ન્યાલ થઈ ગયા,દિવાનગી સલામ! અમે ન્યાલ થઈ ગયા. યુગ યુગની આ તરસનો હવે અંત આવશે,તેઓ ધરે છે જખ્મ, અમે ન્યાલ થઈ ગયા. છેવટનાં બંધનોથીય મુક્તિ … Read more

error: Content is protected !!