મ્હારી વેણીમાં ચાર ચાર ફૂલ – અવિનાશ વ્યાસ

મ્હારી વેણીમાં ચાર ચાર ફૂલ અંબોડલે શોભે સોહામણી એ ઝૂલ… એક ફૂલ જાણે મ્હારા સસરાજી શોભતા મોંઘેરું મોગરાનું ફૂલ :એની સુવાસે મ્હેકે ઘરઘરનો ઓરડો ગંભીર ને સૌમાં અતૂલ બીજું ફૂલ જાણે મ્હારી નણદી પેલી નાનડી જાણે રૂડું ચંપાનું ફૂલ :જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું મસ્તી રહેતું મશગૂલ ત્રીજું ફૂલ જાણે મ્હારાં સાસુજી આકરાં જાણે … Read more

હું જોઉં છું મારી ઉત્તરક્રિયા – જગદીશ જોષી

તળિયે નાવ ડૂબે એમ હું મારી શૈયામાં શમતો જાઉં છું.હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે … આમાં કાંઈ નથી.”પછી – થોડાંક આંસુ, થોડાક હીબકાં, થોડાક ફોન, થોડાંક માણસો.મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મારો છૂટકો નથી.શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો?પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…શરીર હવે સાવ … Read more

બનાવટી ફૂલોને – પ્રહ્લલાદ પારેખ

તમારે રંગો છે,અને આકારો છે, કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે. ઘરોની શોભામાં,કદી અંબોડામાં, રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું. પરંતુ જાણ્યું છે,કદી વા માણ્યું છે, શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ? ન જાણો નિંદું … Read more

ચારે  તરફ – બાબુ સુથાર

છે ઉદાસી ઊંટની ચારે તરફ,રણ પછી બસ રણ મળે ચારે તરફ ઊંઘના દીવા બળે ને એ પછીસ્વપ્નની ભીંતો જડે ચારે તરફ ભીંતની ઉપર લખેલું હોય છે‘છે નથીની ભીંત છે ચારે તરફ’ આ નગરના લોકોને પૂછી જુઓકોણ ચાલ્યું જાય છે ચારે તરફ, ઓ દિશાઓ, આવજો મારા ભણીઆભ ઊગી જાય છે ચારે તરફ. બાબુ સુથાર

ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને ! – બેફામ

ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને,ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને ! ભલા આ બોજ મારો ઊંચકે કોઈ બીજા ક્યાંથી?ફરું છું હું જ ખુદ માથે બીજાનાં દર્દ-ગમ લઈને. વિધાતા, હાથમાં મારા આ રેખા કે તિરાડો છે?જીવું છે કેમ દુનિયામાં હું ફૂટેલાં કરમ લઈને? અજાણી વાતે એક કરતાં ભલા બે … Read more

error: Content is protected !!