અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ, બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ. ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે, ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં; આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં! ત્રણ અક્ષરનું … Read more

તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે

ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે. મને ઉંબરે એકલો છોડી દઈને, હવે ખુદ પ્રતિક્ષા ઝરૂખે ચઢી છે. અનુભવ છે દરિયાના તોફાનનો પણ, આ રેતીમાં નૌકા ખરાબે ચઢી છે. લખ્યું’તું તમે નામ મારું કદી જ્યાં, મધુમાલતી એ જ ભીંતે ચઢી છે. ઝરી જાય જળ, કે મળે જળસમાધિ, જુઓ, પાંપણો કુવાકાંઠે … Read more

કોઈ આવશે ….

હમણાં નહીં તો સૈકા પછી કોઈ આવશે; આખી મનુષ્યજાત સુધી કોઈ આવશે. અવતાર સ્વાવલંબી હવે ક્યાં રહી શક્યા ? પોતે નહીં તો એના વતી કોઈ આવશે ! ઊડે છે આમતેમ તણખલાંઓ નીડનાં; પંખીની ચાંચે થઈને સળી કોઈ આવશે. ચિંતામણી ઝરૂખે ઊભી હોય કે નહીં; વિરહાગ્નિની તરીને નદી કોઈ આવશે. પર્ણો ખર્યા કરે છે હવે બોધિવૃક્ષનાં; … Read more

કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન

વાંસના વનમાં થઇ વાતો પવન, કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન. તું મને સ્પર્શી ગઈ એવી રીતે, ભ્રમ થયો એવો અરે ! આ તો પવન. શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં, ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન. કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું, કેમ આ કંઇ વેળથી વાતો પવન. – ભગવતીકુમાર શર્મા

error: Content is protected !!