મિલન રંગો – લલિત ત્રિવેદી

ઊછળી રહી છે કંચુકીમાં રાતની કુમાશકંપી રહી છે ગાલમાં જાસૂદની રતાશ ફૂંકાયું છે શરીરમાં તોફાન ફાગણી…સ્પર્શુ છુ જ્યાં જરાક તારા દેહના પલાશ લસર્યા કરે છે આંગળી મસૃણ* શૃંગથી…ઘૂંટાય છે રંગોમાં લીલી રાતની ભીનાશ ગ્રીવાથી.. સ્કંધથી… વહે સુંવાળી પીઠ પર.. ….ને મારામાં ભળે છે સરિતકેશની ભીનાશ પંખી ન થૈ શકાય કે ડૂબી શકાય નહિઆ કેવી ખળખળે … Read more

ચાલ પરણીએ – લલિત ત્રિવેદી

કોઈ કહે કે બબ્બે થાશું, કોઈ કહે કે અરધાં અરધાં ચાલ પરણીએ.પ્રથમ રાતની બત્તી જેવાં બની જશું કે ઝાંખાપાંખા, ચાલ પરણીએ. ભીની ઠંડી લહર વહેશે, શ્વાસ વહેશે ઊનાઊના, ચાલ પરણીએ.અંગો વચ્ચે હવા ભીંસાશે, સમયના થાશે પુર્ચેપુર્ચા, ચાલ પરણીએ. કમખામાથી રાત ખુલશે, તરસી તરસી મૂછ ઊઘડશે – રૂવેરૂવાંમાંતને સૂંઘશે રગરગ ભમરો, મને સૂંઘશે ફૂલડાં ફૂલડાં, ચાલ … Read more

હે ડઠ્ઠર બુસ્કોટ

ઝૂર તને ક્યાંથી અડે, હે ડઠ્ઠર બુસ્કોટ માપ લઈ સીવ્યો તને, હે ડઠ્ઠર બુસ્કોટ ! તું નય રૂ નય પૂમડું નય દીવાની વાટ, તું તાકાનો પીસ છે, હે ડઠ્ઠર બુસ્કોટ ! ઢાંકી ઢંકાઈ જશે ભોજનિયાળી ભાત, પણ રખરખ ક્યાં ઢાંકશે, હે ડઠ્ઠર બુસ્કોટ ! કાપો તો ના નીકળે ટીપું એક કપાસ તું નકરો બુસ્કોટ છે, … Read more

શિલાલેખનાં પથ્થર જેવો માણસ છે આ

(Birthdate : ૦૯ August, ૧૯૪૭)અલગ (અન્યો સાથે) (૧૯૮૨),પર્યંત (૧૯૯૦),અંદર બહાર એકાકાર (૨૦૦૮),બીજી બાજુ હજી મેં જોઈ નથી (૨૦૧૩)‘કવિલોક’ નું ‘હિમાંશુ બાબુલ’ પારિતોષિક (૧૯૯૯),‘પરબ’ શ્રેષ્ઠ કાવ્ય – કવિશ્રી ન્હાનાલાલ અને શ્રી રા.વિ.પાઠક પારિતોષિક (૨૦૦૪),ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (૨૦૦૮),“સમર્પણ” સન્માન, નવનીત-સમર્પણ, મુંબઈ, ૨૦૧૩,“મનહરલાલ ચોકસી પારિતોષિક”, નર્મદ સાહિત્ય સભા અને સાહિત્ય સંગમ, સુરત, ૨૦૧૫.

શ્રુતિ પ્રગટો હવે – લલિત ત્રિવેદી

આ સમાધિની ક્ષણો ,શ્વાસો,શ્રુતિ પ્રગટો હવે,વેદની ઋચા સમી કોઈ કૃતિ પ્રગટો હવે. શંખ ફૂંકું આ શ્વસનગંગોત્રીના નભ સુધી….,નાભિમાથી શ્વાસની અંતિમ ગીતિ પ્રગટો હવે. ચીપિયો ખખડે ને દ્વારો ખટખટે બ્રહ્માંડના ….,કે ધખે બ્રહ્માંડ લગ ધૂણી ,દ્યુતિ ! પ્રગટો હવે. ચર્મમાંથી મર્મમાં પ્રગટું…ચરમસીમા વટું…..,હે સકળ અખિલાઇની ગેબી સ્થિતિ! પ્રગટો હવે. આભમય એકાંતની ગહરાઈમાં બોળું કલમ…,કે અગોચરનો અરથ અથથી … Read more

error: Content is protected !!