પાંદડાએ લે! મને ઊભી રાખી – વિનોદ જોશી

પાંદડાએ લે! મને ઊભી રાખી, પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તોદાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,સૂરજના હોંકારે જાગેલા કાળમીંઢપડછાયા જૂઠ્ઠા થઈ જાય; ઝાડવાએ લે! મને ઊભી રાખી, પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…કોઈ વાર માળામાં ઊતરતું ચાંદરણુંડાળખીમાં ત્રાંસું થઈ જાય,કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓગળચટ્ટાં આંસુ થઈ જાય;વાયરાએ લે! મને ઊભી રાખી, પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી… –વિનોદ જોશી આ ગીતની નાયિકા જ્યાં જાય ત્યાં, કોઈને કોઈ, આ કે તે બહાને, તેને ઊભી રાખે છે.એવું તે શું હશે તેનામાં?પહેલાં રોકે છે પાંદડું.થોડી વાર સુધી આડીઅવળી વાતો કરે છે.(પાંદડાને વાતો કરતાં કોણે શીખવ્યું?પવને?) પછી ખબર પડે છે કે પાંદડાને રસ તો હતો ઝાકળની લૂમને વેડવામાં. (‘ઝાકળની લૂમ’,’વેડવું’ અને ‘બૂઠઠું દાતરડું’ જાતીયતાનાં પ્રતીક છે.) સૂરજની સાથે પડછાયા પણ ઊગે.અહીં આકર્ષણ ને ત્યાં પ્રતિ આકર્ષણ. પાંદડા પછી આવ્યું ઝાડવું. નાયિકા ઝાડવાના છાંયડે ઊભી રહી’- આ થયું સીધુંસાદું વાક્ય. કવિતા માટે તો સીધીસાદી નહીં પણ વાંકીચૂકી રજૂઆત જોઈએ. ઝાડવાને શૃંગાર રસિક નાયક તરીકે કલ્પીને કવિ કહે છે કે તેણે નાયિકાને (અરડી-મરડીને) તડકેથી છાંયડીમાં નાંખી! છાંયડીની તળાઈ પર નંખાયેલી નાયિકા થોડી પળ સુધી બોલી ન શકે. માટે ‘નાંખી’ શબ્દ સાથે જ અંતરો પૂરો થાય છે.માળો એટલે ઘર.ચાંદરણું એટલે આશા. માળામાં ઊતરતું ચાંદરણું ડાળી વચ્ચે આવવાથી વેતરાઈ જાય. (કીડીના ઝાંઝર જેવું રૂપક છે,કાન સરવા રાખશો તો જ સંભળાશે.) આશા-ઓરતા અળપાય ત્યારે આંસુ આવે-ખારાં નહીં પણ ‘ગળચટ્ટા.’ (શેલીએ કહ્યું છે તેમ ગમગીન ગીતો મીઠાં લાગે છે.)પાંદડા અને ઝાડવા પછી આવ્યો વાયરો. ‘પગથી માથા લગી’ રૂઢિપ્રયોગ છે. વાયરાથી એકેય અંગ છાનું ન રહી શકે. ‘પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી’-  આ પંક્તિ અશ્લીલ નહીં પણ સુંદર લાગે છે. શું કહ્યું છે, તે અગત્યનું નથી, કેવી રીતે કહ્યું છે, તે અગત્યનું છે.ગીતની બાંધણી કુશળતાથી કરાઈ છે.મુખડામાં ‘રાખી-આખી’ના પ્રાસ સ્થાપીને કવિ અંતરામાં ‘નાંખી/ચાખી’ના પ્રાસ તો મેળવે જ છે, ઉપરાંત ‘લે! મને ઊભી રાખી,પછી…’ પદનું પણ બન્ને અંતરામાં પુનરાવર્તન કરે છે. વળી ‘અમથી-તમથી’, ‘અરડી-મરડી’, ‘અહીંથી તહીંથી’ પદાવલિ વડે ગીતમાં એક પેટર્ન રચી આપે છે.યુવતી સાથે સમાગમ કરવા પ્રકૃતિનાં તત્વો ઉત્સુક થઈ જાય,એવી કલ્પના કાલિદાસમાં પણ આવે છે. જોકે કાલિદાસનું સ્મરણ કરાવે એવું ગીત રચનારા આજે કેટલા મળે છે? –ઉદયન ઠક્કર

મેં પાનેતરમાં મોતી ટાંકયું – વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી ! તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી ! એક આસોપાલવ રોપ્યો, તેં આસોપાલવ ફળીયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં ખૂલી; તું આળસ મરડી ઊભો ને હું પડછાયામાં પડી ! એક પાનેતરમાં ટાંકયું, મેં પાનેતરમાં મોતી ટાંકયું પૂજયાં તેં પરવાળાં મેં શ્રીફળ ઉપર … Read more

વિનોદ જોશી

ડાબે હાથે ઓરું સાજન લાપસીજમણે હાથે ચોળું રે કંસારહું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં ……. પીછાને પાથરણે પોઢ્યા પારેવાં અટકળનાં રેપાંપણની પાંદડીએ ઝૂલે તોરણિયા અંજળના રે અજવાળે ઓઢું રે અમરત ઓરતાઅંધારે કાઇ ભમ્મરિયા શણગારહું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં ……. સોનેરી સૂરજડા વેર્યાં પરોઢિયે ઝાકળમાં રેસાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે ઉગમણે … Read more

પાંદડાએ લે મને ઉભી રાખી – વિનોદ જોશી

પાંદડાએ લે મને ઉભી રાખી,
પછી અમથી, ને પછી તમથી
ને પછી સાચકલી વાત કહી આખી.

વાતમાં તો ઝાકળની લૂમ,
એને વેળો તો દાંતરડા બુઠ્ઠાં થઈ જાય,
સુરજના હોંકારે જાગેલા કાળમીંઢ
પડછાયા જુઠ્ઠા થઈ જાઉં.
ઝાડવાએ લે મને ઉભી રાખી,
પછી અરડી, ને પછી મરડી
ને પછી તડકેથી છાયડીમાં નાખી.

કોઈવાર માળામાં ઉતરતું ચાંદરણું
ડાળખીમાં ત્રાંસુ થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાઓ
ગળચટ્ટા આંસુ થઈ જાય.
વાયરાએ લે મને ઉભી રાખી,
પછી ઐંથી, ને પછી તૈથી,
ને પછી પગથી તે માથા લગી ચાખી.

– વિનોદ જોશી

ખડકી ઉઘાડી હું તો…

    ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તીમુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં… પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તીલાલ છાંટો ઊડ્યો રે શણગારમાં… બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;સાનભાન ભૂલી હું … Read more

error: Content is protected !!