ગીરો મૂકયો – અશોકપુરી ગોસ્વામી

મેં ગઝલ મૂકી – ને, તેં હીરો મૂક્યો તોય લાગ્યું મેં મને ગીરો મૂકયો. રેશમી વસ્ત્રોને ત્યાગી હે ગઝલ, દેહ પર ભગવો અમે લીરો મૂક્યો. દેહની પીડા, નથી કરતી પીડા, મેં જ મારા હાથથી ચીરો મૂક્યો. શબ્દ પણ બોલ્યા વિના સમજી ગયા તલવાર તેં પકડી, તો મંજિરો મૂક્યા. મન પરમ પદ પામવાને તપ કરે, અવતારનો … Read more

મનગમતા શેર

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,કે જ્યાં કશું નથી નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.– હેમેન શાહ એક ઘાએ ખેલ પુરો ના થયો,ખૂબ તરફડવું પડ્યું વાગ્યા પછી. – હેમેન શાહ ને  રંજ માત્ર ભીંત તૂટ્યાંનો નથી મનેબીજી  રીતે કહું તોછબી પણ નથી રહી. -મુકુલ ચોકસી આવ સામે હવે તુંમને ભેટવા,ડગ ન એકે હું ભરું હવે દ્વારથી. … Read more

ખુદા તને પડકારવો હતો – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો એવા સમે ખુદા તને પડકારવો હતો. એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો જીતેલ દાવને ફરીથી હારવો હતો. રણમાંય મજા થાત, ખામી આપણી હતી રણને જ આપણે બગીચો ધારવો હતો જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે, એવી જ હારથી તને ઉગારવો હતો. ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ … Read more

error: Content is protected !!