થૈ બેઠા – આહમદ મકરાણી

kavita

અમે પળને વળોટી ત્યાં જ અપરંપાર થૈ બેઠા;લૂંટાવો તો કશું પામો; અજબ વેપાર થૈ બેઠા. રહેવા દો બધા નુસ્ખા અને ઈલાજ શું કરવા?અમે મજનુની માફક ઈશ્કના બીમાર થૈ બેઠા અમારી કોઈ ગણના ના કરો, હે ગણતરીબાજોઅમે બાવનની પણ આગળ તણો શુમાર થૈ બેઠા અમે જેવા છીએ એવા જ થૈને આમ રે’વાના;ભલે લોકો જ ધારે કે … Read more

સાવ અચાનક – આહમદ મકરાણી

આહમદ મકરાણી

માળાના મણકાઓ ખૂટયા અચાનક હાથ અવાચકપિંજરથી પંખીઓ ઊડ્યાં સાવ અચાનક હાથ અવાચક કેન્વાસ પર છબી અધૂરી આકારોને ઝંખે;સપનાં કેરાં તોરણ આજે સાપ બનીને ડંખે કૂવા કાંઠે બેડાં ડૂબ્યાં સાવ અચાનક હાથ અચાનકઅધ વચાળે સીંચણ તૂટ્યાં સાવ અચાનક હાથ અચાનક પગલાંઓમાં પગલું ભળતાં વાટ અનેરી થાતીઊઘડતી અજનબી દિશાને ક્ષિતિજો મદમાતી યાદોના બે શ્રીફળ ફૂટયાં સાવ અચાનક … Read more

કેવું કરી બેઠા છીએ ? – આહમદ મકરાણી

આ સમયના મંચ પર હોકો ભરી બેઠા છીએ,ક્યાં ખબર છે કોઈને કેવું કરી બેઠા છીએ ? મોજથી જીવ્યા કરું છું, ક્યાં ફિકર છે કોઈની,એકલા હોવા છતાં મહેફિલ ભરી બેઠા છીએ. લાખ કોશિશો કરે પણ હાથમાં આવે નહીં,હર દુઃખોના હાથમાંથી કાયમ સરી બેઠા છીએ. મધદરિયે શું થયું ? એની વિગતમાં ના પડો,બાવડાના જોરથી દરિયો તરી બેઠા … Read more

મને કૈં ખબર નથી – આહમદ મકરાણી

કોણે દીધા આ ઘાવ મને કૈં ખબર નથી, મિત્રો કરે બચાવ મને કૈં ખબર નથી. રઝળી રહી છે લાશ સંબંધો તણી અહીં- ક્યારે બન્યો બનાવ મને કૈં ખબર નથી. પીંછી લઈ પળની સતત કૈં ચીતર્યા કરું; કેવો મળ્યો ઉઠાવ મને કૈં ખબર નથી. પ્રશ્નો બધે પ્રશ્નો રહ્યા, ઘટ્યા નહીં જરા; કોનો હતો સુઝાવ મને કૈં … Read more

error: Content is protected !!