કુટુંબ : ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર

મને થયું લાવ દીકરીને શીખવું :કુટુંબ એટલે શું?હું માંડ્યો પૂછવા“તારું નામ શું?”“ઋચા….ઠક્કર”“બકી કોણ કરે?”“મમ્મી….ઠક્કર”“પાવલો પા કોણ કરે?”“પપ્પા….ઠક્કર” ત્યાં તો સાઈકલ પર કપડાંની ગઠરી મૂકીટ્રીન..ટ્રીન..કરતું કોઈ આવ્યુંદીકરીનો ચહેરો થયો ઊજળો!“ધોબી…ઠક્કર!” ચોખાના દાણાથી હાઉસફુલ થઈ જાય એવું પંખીહવામાં હીંચકા લેતું હતુંદીકરીએ કિલકાર કર્યો“ચક્કી…ઠક્કર!” લો ત્યારેદીકરી તો શીખી ગઈહું હજી શીખું છું ઉદયન ઠક્કર

કુમળી હથોડી –ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે? તમારે સાંજને સામે કિનારે જાવું હો,તો વાતચીતની હલ્લેસા-સભર હોડી છે. સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,હું નથી માણતો : આ ચંદ્ર ગપોડી છે ! ગઝલ કે ગીત એ વરફારતી પ્હેરે છે :કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ? જન્મ તારીખ : … Read more

મોસમ પણ મીઠુંમરચું ભભરાવે છે – ઉદયન ઠક્કર

આપની આ ખટમીઠી વાતો આમે અમને ભાવે છેને ઉપરથી મોસમ પણ મીઠુંમરચું ભભરાવે છે! અમને મોસમ એમ મળે છે, જાણે ઓળખતી જ ન હો!આપની સામે હસીહસીને ગુલદસ્તો લંબાવે છે તારલિયાની લિપિ ય છે, ને રાતનું પરબીડિયું પણ છેઆભ ભરીને પત્ર કોઈનો આપને નામે આવે છે રોજ સવારે સાગરકાંઠે નાચી ઊઠે જલપરીઓરુમ્મક ઝુમ્મક મોજાંનાં ઝાંઝર કોઈ … Read more

પાંદડાએ લે! મને ઊભી રાખી – વિનોદ જોશી

પાંદડાએ લે! મને ઊભી રાખી, પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તોદાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,સૂરજના હોંકારે જાગેલા કાળમીંઢપડછાયા જૂઠ્ઠા થઈ જાય; ઝાડવાએ લે! મને ઊભી રાખી, પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…કોઈ વાર માળામાં ઊતરતું ચાંદરણુંડાળખીમાં ત્રાંસું થઈ જાય,કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓગળચટ્ટાં આંસુ થઈ જાય;વાયરાએ લે! મને ઊભી રાખી, પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી… –વિનોદ જોશી આ ગીતની નાયિકા જ્યાં જાય ત્યાં, કોઈને કોઈ, આ કે તે બહાને, તેને ઊભી રાખે છે.એવું તે શું હશે તેનામાં?પહેલાં રોકે છે પાંદડું.થોડી વાર સુધી આડીઅવળી વાતો કરે છે.(પાંદડાને વાતો કરતાં કોણે શીખવ્યું?પવને?) પછી ખબર પડે છે કે પાંદડાને રસ તો હતો ઝાકળની લૂમને વેડવામાં. (‘ઝાકળની લૂમ’,’વેડવું’ અને ‘બૂઠઠું દાતરડું’ જાતીયતાનાં પ્રતીક છે.) સૂરજની સાથે પડછાયા પણ ઊગે.અહીં આકર્ષણ ને ત્યાં પ્રતિ આકર્ષણ. પાંદડા પછી આવ્યું ઝાડવું. નાયિકા ઝાડવાના છાંયડે ઊભી રહી’- આ થયું સીધુંસાદું વાક્ય. કવિતા માટે તો સીધીસાદી નહીં પણ વાંકીચૂકી રજૂઆત જોઈએ. ઝાડવાને શૃંગાર રસિક નાયક તરીકે કલ્પીને કવિ કહે છે કે તેણે નાયિકાને (અરડી-મરડીને) તડકેથી છાંયડીમાં નાંખી! છાંયડીની તળાઈ પર નંખાયેલી નાયિકા થોડી પળ સુધી બોલી ન શકે. માટે ‘નાંખી’ શબ્દ સાથે જ અંતરો પૂરો થાય છે.માળો એટલે ઘર.ચાંદરણું એટલે આશા. માળામાં ઊતરતું ચાંદરણું ડાળી વચ્ચે આવવાથી વેતરાઈ જાય. (કીડીના ઝાંઝર જેવું રૂપક છે,કાન સરવા રાખશો તો જ સંભળાશે.) આશા-ઓરતા અળપાય ત્યારે આંસુ આવે-ખારાં નહીં પણ ‘ગળચટ્ટા.’ (શેલીએ કહ્યું છે તેમ ગમગીન ગીતો મીઠાં લાગે છે.)પાંદડા અને ઝાડવા પછી આવ્યો વાયરો. ‘પગથી માથા લગી’ રૂઢિપ્રયોગ છે. વાયરાથી એકેય અંગ છાનું ન રહી શકે. ‘પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી’-  આ પંક્તિ અશ્લીલ નહીં પણ સુંદર લાગે છે. શું કહ્યું છે, તે અગત્યનું નથી, કેવી રીતે કહ્યું છે, તે અગત્યનું છે.ગીતની બાંધણી કુશળતાથી કરાઈ છે.મુખડામાં ‘રાખી-આખી’ના પ્રાસ સ્થાપીને કવિ અંતરામાં ‘નાંખી/ચાખી’ના પ્રાસ તો મેળવે જ છે, ઉપરાંત ‘લે! મને ઊભી રાખી,પછી…’ પદનું પણ બન્ને અંતરામાં પુનરાવર્તન કરે છે. વળી ‘અમથી-તમથી’, ‘અરડી-મરડી’, ‘અહીંથી તહીંથી’ પદાવલિ વડે ગીતમાં એક પેટર્ન રચી આપે છે.યુવતી સાથે સમાગમ કરવા પ્રકૃતિનાં તત્વો ઉત્સુક થઈ જાય,એવી કલ્પના કાલિદાસમાં પણ આવે છે. જોકે કાલિદાસનું સ્મરણ કરાવે એવું ગીત રચનારા આજે કેટલા મળે છે? –ઉદયન ઠક્કર

ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા….

રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાંબે જ પળ મૂકી દીધાં તડકે, ટપોટપ ઊઘડ્યાં! બાવડું ચલવે હથેળી? કે હથેળી બાવડું?કેટલા સ્હેલા સવાલો! જોશીને ના આવડ્યા… મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા…. જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરુંઆશકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું?મેષ ને મંગળ … Read more

error: Content is protected !!