ઉમાશંકર જોષી (1911 – 1988) – ચંદ્રકાંત બક્ષી

ઉમાશંકર જોષીથી હું એટલો નિકટ ન હતો કે એક ફકરામાં ચાર વાર ‘હું અને ઉમાશંકર’ લખી શકું. એ સર્વપ્રથમ 1984માં મેટ્રિકના ગદ્યપદ્યસંગ્રહમાં મળ્યા, જ્યારે હું 15 વર્ષનો હતો. મેટ્રિકની એ અંતિમ પરીક્ષા હતી, પછી એચ. એસ.સી. આવી ગઈ. અમારે ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ભણવાની હતી, અને એ કવિતા મને ગમતી હતી. હું એકલો એકલો … Read more

ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,જંગલની કુંજકુંજ જોવી હતી;જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળેહંસોની હાર મારે ગણવી હતી;ડાળે ઝૂલંત કોક કોકિલાને માળેઅંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો,પડઘા ઉરબોલના ઝીલવા ગયો;વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,અકલો અટૂલો ઝાંખો પડ્યો. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,જંગલની કુંજકુંજ જોવી ફરી;ભોમિયા ભૂલે … Read more

ભારત

ભારત નહિ નહિ વિન્ધ્ય હિમાલય,.                             ભારત ઉન્નત નરવર;ભારત નહિ ગંગા, નહિ યમુના,.                             ભારત સંસ્કૃતિનિર્ઝર.ભારત નહિ વન, નહિ ગિરિગહ્વર,.                             ભારત આત્મની આરત;ભારત તપ્ત ગગન કે રણ નહિ,.                            જીવનધૂપ જ ભારત.ભારત તે રતનાગર રિદ્ધિ ન,.                            ભારત સંતતિરત્ન;ભારત ષડ્ ઋતુ ચક્ર ન, ભારત.                           અવિરત પૌરુષયત્ન.ભારત ના લખચોરસ કોશો.                           વિસ્તરતી જડભૂમિ,ભારત મૃદુ માટીથી ઘડ્યા ભડ-.                           વીર પ્રાણની ઊર્મિ.ભારત … Read more

ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.લહરી ઢળકી જતી,વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,સ્વૈર પથ એહનો ઝાલીએ,ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,ચાલને ! વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનોસ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનોકૌમુદીરસ અહો !અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !ચંદ્રશાળા ભરી ઊછળે,આંગણામાં ઢળે,પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,દૂર સરવર પટે મંદ જળના … Read more

માનવીનાં હૈયાને…..

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને…. અધ બોલ્યા બોલડે થોડે અબોલડે પોચા શા હૈયાને પીંજવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને….. સ્મિતની જ્યાં વીજળી જરી શી ફરી વળી એના એ હૈયાને રંજવામાં વાર શી એવા તે હૈયાને નંદવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને…. – ઉમાશંકર જોશી

error: Content is protected !!