ઝાકળ તરી ગયું છે – દર્શક આચાર્ય

દર્શક આચાર્ય

સૂરજની ઓળખાણે ઝાકળ તરી ગયું છે,બેસી કિરણના વ્હાણે ઝાકળ તરી ગયું છે. પર્ણોની સાથે થોડો લીલો સમય વિતાવી,વ્હેલી સવાર ટાણે ઝાકળ તરી ગયું છે. અફસોસ એટલો કે ભીનાશ ખોઈ બેઠા,ફૂલો એ ક્યાંથી જાણે? ઝાકળ તરી ગયું છે! મશગૂલ છે હજીયે ચર્ચામાં ગામ આખું,અફવા હતી ચરાણે ઝાકળ તરી ગયું છે. વાદળ સ્વરુપે આભે અસ્તિત્વ પામવાને,પાણી મટી … Read more

હોય છે – દર્શક આચાર્ય

કોઈ આગળ કોઈ પાછળ હોય છે,કોઈ દ્વારો કોઈ સાંકળ હોય છે. ઘાસ પરથી ભેદ એનો જાણ તું,કોઈ જળ તો કોઈ ઝાકળ હોય છે. પ્રેમનો કરતાં ભલે દાવો બધાં,કોઈ સાચા કોઈ પોકળ હોય છે. બંધ કવરે શું હશે કોને ખબર?કોઈ જાસા કોઈ કાગળ હોય છે. વાત છોડો યાર માણસજાતની,કોઈ આંબા કોઈ બાવળ હોય છે. દર્શક આચાર્ય

error: Content is protected !!