છલાંગ – ભરત ખેની

હરિ હેત વરસ્યું રે રાનમાં. ખાબકી પડ્યું હો જાણે આખું આકાશ અહીં ધરતી પર એક જ છલાંગમાં.         હરિ હેત વરસ્યું રે રાનમાં… પેલા તો ઝીણેરા ફોરાં વરસ્યાં’તા         પછી આખ્ખા અઠવાડિયાની હેલી, આભલાએ પોતાના દલડાની વાત         જાણે ધરતીને કાનમાં કહેલી. લથબથતી જાત જાણે ઉપરથી કૂદી હોય ઝરણાંની જેમ જ ભફાંગમાં ખાબકી પડ્યું હો … Read more

સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ – ભરત ખેની

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ. સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ… સગપણના સૂતરથી સમણાંઓ ટાંકયા પણ આભલામાં ઝબકારો નૈ. કાપડે ભરેલ ભાત ભારે સોહામણી પણ મોરલામાં ટહુકારો નૈ. સખદખનાં ટેરાવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ. સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ… ઝમરખિયા દીવડાના ઝાંખા અજવાસમાં ચાકળાને ચંદરવા જોતી, ઓરતાઓ અંતરમાં … Read more

ભરત ખેની

શબદ એરણે ચડ્યા અમોને ચારેકોરથી ઘડયા… ફૂંક મારી, આગ ચેતવી, અંદર નખશિખ નાખ્યા, ઝળહળ તાપ ઝપાટા વચ્ચે જ્ઞાન ઘૂંટડા ચાખ્યા. બહાર છો ને રહ્યા બળેલા, માહે પાકી પડ્યા. અમોને ચારેકોરથી ઘડયા. શબદ એરણે ચડ્યા પહેલા ઘાએ પામી લીધા અગમનિગમ ના ભેદ, બીજા ઘાએ વાણી વૈખરી, ત્રીજા ઘાએ વેદ, ચોથા ઘાએ જ્ઞાનના સઘળા તાળાં તૂટી પડ્યાં. … Read more

error: Content is protected !!