પ્રેમ હજી છે – વિહંગ વ્યાસ

ઘણું થઈ શકે તેમ હજી છે.પૃથ્વી ઉપર પ્રેમ હજી છે. આટઆટલા પ્રલય પછી પણ,સઘળું કુશળક્ષેમ હજી છે. પૌત્ર બની રમતા પૂર્વજની,ભીંતે ફોટો ફ્રેમ હજી છે ! જળમાંથી છુટ્ટા પડવાનો,પરપોટાને વ્હેમ હજી છે. જેણે મટકુંયે ના માર્યુ,એ નજરોની નેમ હજી છે. વિહંગ વ્યાસ

સાચા પ્રવાસમાં જીવ્યા – વિહંગ વ્યાસ

vihang

જીવવાનાં પ્રયાસમાં જીવ્યાકોણ હોશોહવાસમાં જીવ્યા પૃથ્વિને જે પડાવ માને છેએજ સાચા પ્રવાસમાં જીવ્યા કોઇ વીંધાતુ જાય વાણીથીકોઇ વાણી વિલાસમાં જીવ્યા ગર્ભમાં ગોળ ગોળ ઘૂમીનેએક કાળા ઉજાસમાં જીવ્યા આપણે ભરબજારની વચ્ચેપૂર્ણ એકાંતવાસમાં જીવ્યા મોક્ષ પામ્યા પછી ઘણાં લોકોઆપણી આસપાસમાં જીવ્યા ~ વિહંગ વ્યાસ

ખુશીઓ લૂટાવી દીધી – વિહંગ વ્યાસ

આવી ગયું છે એવું શું આજ સાંભરણમાં? ખુશીઓ લૂટાવી દીધી સામા મળેલ જણમાં અવ્યક્તની તો અમને ક્યાંથી ખબર પડે, પણ મે સ્વાદ એનો ચાખ્યો પ્રત્યેક ધાન્યકણમાં અલબત્ત ઓગળીને સાબિત કરી શકે તું એની સમગ્રતાને તારા પૃથક્કરણમાં ક્યારેક દુઃખની માફક સુખને સહન કર્યું છે સમજાતું કંઇ નથી આ કુદરતની ગોઠવણમાં જે પૂર્વસુરિઓએ કીધી યુગો યુગોથી એ … Read more

શક્ય છે કે દ્વાર ઊઘડે તરત

પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત, પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત. અસંખ્ય કલ્પનો અહીં તહીં બધે ખરી પડ્યાં, પરંતુ તારી જેમ કોઈએ કરી ન માવજત. તને જ ચાહવા સહેજ દ્વૈત રાખવું રહ્યું, હું અન્યથા તને અલગ જરાય ના કરી શકત. રચાય પણ, વિલાય પણ, કદીક વ્યક્ત થાય છે; ગઝલની આવ-જા યુગોથી … Read more

error: Content is protected !!