બોલકું દર્પણ – કરસનદાસ લુહાર

રેતકણ શી ક્ષણ તને આપીશ હું !એક અંગત રણ તને આપીશ હું ! લોહીમાં રણઝણ તને આપીશ હું,સ્પર્શનું સગપણ તને આપીશ હું! હર્ષથી સ્વીકારે છે, હળવાશનું-ભાતીગળ ભારણ તને આપીશ હું! જીવથી અઘરું જતન કરવું પડે-એક એવો વ્રણ તને આપીશ હું ! જે વિચારોનાંય બિંબો ઓળખે,બોલકું દર્પણ તને આપીશ હું ! આપવાનો અર્થ લેવું થઇ શકે;એ … Read more

સમસ્યામાં ડૂબ્યો – હનીફ સાહિલ

હનીફ સાહિલ

એક ફૂલ ચૂંટવાના હું કિસ્સામાં ડૂબ્યોહાથે કરી હનીફ સમસ્યામાં ડૂબ્યો શોધી શકી ન કેમે કરી એ નજર મનેહું થોકબંધ લોકોના ટોળામાં ડૂબ્યો દોડ્યા કર્યું સતત સળગતા સૂર્યની તળેપીગળી ગયા ચરણ અને પગલામાં ડૂબ્યો પુષ્યો જ મારા રોમ રોમ પાંગરી ઊઠ્યાંકંઇ એ રીતે વસંતના સપનામાં ડૂબ્યો શબ્દોનો સાથ લઈને હું પહોંચ્યો કથા સુધીઘટનાનું થયું લોપ ને … Read more

ગઝલ ~ જયેન્દ્ર શેખડીવાળા

ભોમિયા ભોંઠા પડે એવું કરો,આંસુની સરહદ જડે એવું કરો. સૂર્યને મૂકી ચરણના તાળવે,જળ ઉપર પગલાં પડે એવું કરો, જળની ભાષામાં કિરણજે ઓચરે,વાંચતાં એ આવડે એવું કરો. ભીંત પર ચિતરી ફૂલો ભીનાશનાંઅશ્રુછાયા સાંપડે એવું કરો. આ ગઝલ ઊતરીને ઊંડે કાનમાંશિલ્પ આંસુનાં ઘડે એવું કરો. ~ જયેન્દ્ર શેખડીવાળા

મને નીંદર નથી આવી – અરવિંદ ભટ્ટ

ફર્યું તારીખનું પાનું મને નીંદર નથી આવી, પછી પડખું ફર્યો છાનું મને નીંદર નથી આવી. પણે ફૂટપાથ પર સૂતેલ માણસને જગાડી કહું, લઈ મલમલનું બિછાનું મને નીંદર નથી આવી ! હું જેને સ્વપ્નમાં જોતો એ આવી ખુદ જગાડે તો, કર્યું સુવાનું મેં બ્હાનું મને નીંદર નથી આવી. મીચેલી આંખને જોઈને સમજો કે સૂતો છુ, હું … Read more

એકલા છીએ તો… રમેશ પારેખ

કોઈ કહે ન – ઊઠ, કે કોઈ કહે ન – બેસ ! મનને કહું કે એકલા છીએ તો શાનો કલેશ ? તું કાયમી વિદાય લઈ જાય છે ? તો, જા ! રસ્તામાં વાગે ના તને સ્મરણોની કોઈ ઠેસ પંખીને કોઈ હોય ના સરહદનાં બંધનો એને પડે પસંદ જગ્યા જે – એ એનો દેશ ! મારી … Read more

error: Content is protected !!