સ્વપ્ન સુંદર કોઈ જયારે આવવાનું હોય,
એ જ ટાણે બસ અમારે જાગવાનું હોય !
ઢાઈ અક્ષરમાં દરેકે આપવાનું હોય,
ને મજા એ, કોઈએ ના માગવાનું હોય !
તો ય સૌ કરતા ફરે છે જો ફિકર કેવી !
એ જ નહિ તો થાય છે જે કૈં થવાનું હોય !
વાત બે કરતો રહું છુ એટલે સૌથી,
એમ મનને આપણે સમજાવવાનું હોય !
આ ગઝલ સરખો જ ખુલ્લો જીવ છે ‘સુધીર’
વસ્ત્ર પ્હેરી ફક્ત તનને ઢાંકવાનું હોય !
સુધીર પટેલ