પ્રેમ હજી છે – વિહંગ વ્યાસ

Share it via

ઘણું થઈ શકે તેમ હજી છે.
પૃથ્વી ઉપર પ્રેમ હજી છે.

આટઆટલા પ્રલય પછી પણ,
સઘળું કુશળક્ષેમ હજી છે.

પૌત્ર બની રમતા પૂર્વજની,
ભીંતે ફોટો ફ્રેમ હજી છે !

જળમાંથી છુટ્ટા પડવાનો,
પરપોટાને વ્હેમ હજી છે.

જેણે મટકુંયે ના માર્યુ,
એ નજરોની નેમ હજી છે.

વિહંગ વ્યાસ

Leave a Comment

error: Content is protected !!