નામ લખી દઉં !

ફૂલપાંદડી જેવી કોમળ મત્ત પવનની આંગળીએથી લાવ, નદીના પટ પર તારું નામ લખી દઉં ! અધીર થઈને કશુંક કહેવા ઊડવા માટે આતુર એવા પંખીની બે પાંખ સમા તવ હોઠ જરા જ્યાં ફરકે… ત્યાં તો જો – આ વ્હેતા ચાલ્યા અક્ષરમાં શો તરંગની લયલીલાનો કલશોર મદીલો ધબકે. . . વક્ષ ઉપરથી સરી પડેલા છેડાને તું સરખો … Read more

કલરવની દુનિયા અમારી…

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ! પણ કલરવની દુનિયા અમારી! વાટે રખડ્યાની મોજ છીનવી લીધીને તોય પગરવની દુનિયા અમારી! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર, બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથીને છટકીને રણઝણતું રૂપ લઇ રસળે શી રાત! લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી! ફૂલોના રંગો રિસાઇ ગયા, જાળવતી નાતા આ સામટી સુગંધ, સમા … Read more

ઝંખે મિલનને – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું, મુજથી સમજદાર હોય છે. ઝંખે મિલનને કોણ જો એની મજા કહું ! તારો જે દૂરદૂરથી સહકાર હોય છે. ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી, એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. કાયમ રહી … Read more

ભગવાનનો ભાગ…

નાનપણમાં બોરાં વીણવા જતા. કાતરા પણ વીણતા. કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા. ટેટા પાડતા. બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા- -આ ભાગ ટીંકુનો. -આ ભાગ દીપુનો. -આ ભાગ ભનિયાનો, કનિયાનો… છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા- ‘આ ભાગ ભગવાનનો !’ સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા, ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી … Read more

error: Content is protected !!