પાસપાસે તોય કેટલાં જોજન દૂર – માધવ રામાનુજ
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ ! જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ. રાતદીનો સથવાર તે સામે મળવાનું તો કોઈ દ્હાડે સુખ મળતું નથી, આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી; આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ… પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ ! ઝાડથી ખરે પાંદડું એમાંય કેટલાં કિરણ … Read more