અણસાર પણ ગયો – ‘મરીઝ’

લેવા ગયો જો  પ્રેમ  તો  વહેવાર  પણ  ગયો,દર્શનની ઝંખના હતી, અણસાર  પણ  ગયો. એની  બહુ   નજીક   જવાની   સજા   છે  એ,મળતો હતો જે   દૂરથી સહકાર   પણ   ગયો. રહેતો   હતો  કદી   કદી   ઝુલ્ફોની   છાંયમાં,મારા નસીબમાંથી  એ   અંધકાર  પણ  ગયો. સંગતમાં જેની સ્વર્ગનો  આભાસ  હો   ખુદા,દોઝખમાં કોઈ એવો  ગુનેગાર   પણ   ગયો ? એ    ખુશનસીબ  પ્રેમીને  મારી  સલામ  … Read more

તારા પ્રેમપત્રો

હું રોજ તારા પ્રેમપત્રો સળગાવવા માટે બાકસ ખોલું છું. પણ દરેક વખતે તેમાંથી પતંગિયુ નીકળે છે અને હું પત્રો સળગાવવાનું માંડી વાળું છું. આર. એસ. દૂધરેજિયા

હરિ વરસે તો પલળું – સંદીપ ભાટિયા

સખીરી, હરિ વરસે તો પલળુંલખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું હરિજ મારો ઊનાળો ને હરિ વાય તો ટાઢહરિથી આંખ્યું ભરીભરી ને હરિ વહે તે બાઢ તુલસીદળ કે અશ્રુબિંદુ – હરિ નમાવે પલડુંસખીરી, હરિ વરસે તો પલળું હરિ ધધખતા સ્મરણ, કલમ ને હરિ શાહી ને કાગળહરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા, હવે લખું શું આગળ ? હરિ … Read more

જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જેમૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય. ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;જ્યાં દેવોના પરમ વર શો … Read more

ગઝલ ~ દિનેશ દેસાઈ

વર્ષો પછીનું શ્હેર, ને લાગ્યું – તમે હશો, ભૂલો પડું છું ઘેર, ને લાગ્યું – તમે હશો.  ચ્હેરો જુઓ તો આમ ક્યાં બદલાયું છે કશું? થોડો ઘણો છે ફેર, ને લાગ્યું – તમે હશો.  કેવી હશે દીવાનગી, રસ્તા સુધી ગયા, આવી પવનની લ્હેર, ને લાગ્યું – તમે હશો.  ભૂલી ગયો’તો સાવ, કોઈ ચાહતું હશે, ટહુકા … Read more

error: Content is protected !!