ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,જંગલની કુંજકુંજ જોવી હતી;જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળેહંસોની હાર મારે ગણવી હતી;ડાળે ઝૂલંત કોક કોકિલાને માળેઅંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીને એકલો,પડઘા ઉરબોલના ઝીલવા ગયો;વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,અકલો અટૂલો ઝાંખો પડ્યો. આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,જંગલની કુંજકુંજ જોવી ફરી;ભોમિયા ભૂલે … Read more

ભજન – ગઝલ – જવાહર બક્ષી

એવો તે કંઇ ઘાટ જીવનને દીધો જી પરપોટામાં કેદ પવનને કીધો જી ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું અણસારાનો લાગ નયનને દીધો જી લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો દ્રસ્ટીનો દરબાર સ્વપ્નને દીધો જી સપનામાં તો ભુલભુલામણ – અટવાયા ઓળખનો અવકાશ તો મનને સીધો જી અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું પરપોટાની બહાર પવનને પીધો જી. જવાહર … Read more

રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;તળેટી સમીપે હજો ક્યાંક થાનક. લઈ નાંવ થારો સમયરો હળાહળ,ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક. સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,તિલક કોઈ આવીને કરશે અચાનક. અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક ! છે ચન જેનું એનાં જ પંખી ચૂગે આ,રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક. નયનથી નીતરતી … Read more

ટહુકો તું દોર

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?મોરને તો નાનકડું છોકરું યે ચીતરેહો હિંમત તો ટહુકો તું દોર… મારામાં રાખી અકબંધ મને ચોરેતું એવો તે કેવો ઘરફોડું?છતરીની જેમ મને ઓઢી લે આખીને પલળે છે તોય થોડું થોડું પાણીથી ઠીક, જરા પલળી બતાવ મનેહોય જ્યારે કોરુંધાકોર… મેલું આકાશ ખૂલે જડબાંની જેમજાણે ખાતું બગાસું કોઇ લાંબુવાદળાય આમ તો છે … Read more

શેર વૈભવ

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ? ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી ચિનુ મોદી ‘ઈર્શાદ’ ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે. મુકુલ ચોક્સી બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળુંમળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે પ્રણવ પંડ્યા આ અમસ્તી તને આશ્લેષમાં નથી લીધી,જન્મજન્માંતરો … Read more

error: Content is protected !!