ઉમાશંકર જોશી

આજ મારું મન માને ના.કેમ કરી એને સમજાવું,આમ ને તેમ ઘણું ય રીઝાવું;રેઢું મૂકી આગળ શેં જાવું ?વાત મારી લે કાને ના.આજ o ચાલ, પણે છે કોકિલ સારસ,આવ, અહીં છે મીઠી હસાહસ;દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.સમજતું કોઈ બાને ના.આજ o ના થઈએ પ્રિય છેક જ આળા,છે જગમંડપ કંઈક રસાળા;એ તો જપે બસ એક જ માળા,કેમ … Read more

ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા

ચલો, એક દિવસ આપણે એમ વરતીએજાણે લગ્નનો પહેલો દિવસ છે.તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.આવ મારી પાસે બેસ.’ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.તું આનાકાની નહીં કરે.મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો … Read more

અંદરથી ખૂટી ગયો છું – ભરત ભટ્ટ ‘તરલ’

આપના હાથમાંથી વછૂટી ગયો છું, હું અરીસો નથી તોય ફૂટી ગયો છું. મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી, ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું. હું અડાબીડ છું, વાંસવનમાં ઉઝરડો, ક્યાંક બટકી ગયો, ક્યાંક તૂટી ગયો છું. મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે, ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું. જીવ ચાલ્યો ગયો છે … Read more

તમને આ રાતની આણ છે – કાજલ કાંજિયા “ફિઝા”

મનથી મનનું આ સંધાણ છે હા, મને તારું બંધાણ છે સ્વપ્ન મ્હોરી રહ્યાં આંખમાં એની બેઉં ને થઇ જાણ છે સાત જન્મે ઘવાયો ફરી આજે પણ આ નજર બાણ છે. રંગ માણ્યાં કરો પ્રેમનાં તમને આ રાતની આણ છે. ઝુલ્ફ બાંધીને રાખો “ફિઝા” આશિકોની અહીં ખાણ છે. કાજલ કાંજિયા “ફિઝા”

રોજ મંદિરનો મને ધક્કો પડે – ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે,તો ય મારે તો મને જોવો પડે. આ ઝરણ એમ જ નદી બનતા નથી,દોસ્ત પાણીનેય પરસેવો પડે. કૈંક તો સારું બધામાં હોય છે,લીમડાનો છાંયો ના કડવો પડે. તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,સાંજે પડછાયો ઘણો મોટો પડે. તું અડે ને એમ લાગે છે મને,જાણે સૂકા ઘાસ પર તણખો પડે. તું હવે … Read more

error: Content is protected !!