શેખાદમ આબુવાલા

તું એક ગુલાબી સપનું છેહું એક મજાનીં નીંદર છું.ના વીતે રાત જવાનીનીતે માટે હું પણ તત્પર છું. ગોતી જો શકે તો લે ગોતીમોતીના સ્વરૂપે છે જ્યોતિઓ હંસ બનીને ઊડનારાહું તારું માનસરોવર છું. શાંત અને ગંભીર ભલેશરમાળ છે મારાં નીર ભલેઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરાહું એ જ છલકતો સાગર છું. કૈલાસનો સચવાયે વૈભવગંગાનું વધી જાશે ગૌરવતું … Read more

શૈલેષ ટેવાણી

આસપાસને એમ ઉકેલો જર્જર છે ને તેમ ઉકેલો ચીસ ઊઠે જો ભીતર એવી અર્થો એના કેમ ઉકેલો? સામે પડ્યું જે દેખાતું – છેક બીજું છે વ્હેમ ઉકેલો કાલ હતું તે આજે પણ છે, ભેદ જોશીજી એમ ઉકેલો. નથી અમારું નથી તમારું, મન બીજાનું કેમ ઉકેલો? શૈલેષ ટેવાણી

કાં આંસુ કાં રાખ

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશમારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. વરસું તો હું ભાદરવો… ફોરું તો હું ફૂલ અને જો … Read more

તિમિરને ચીરવું પડશે

સવારે જાગવું પડશે ને બિસ્તર છોડવું પડશે,અનુસંધાન પણ ગઈ કાલ સાથે જોડવું પડશે ! વીતેલા એક દિવસ જેટલી ઉંમર વધી જાશે,અને કેલેંડરેથી એક પાનુ તોડવું પડશે ! બરાબર હોઠ પર મુકાઈ ગઈ સીગરેટ એ રીતે,કોઈ દીવાસળી સુધી તિમિરને ચીરવું પડશે ! હંમેશાં એક પગ બીજાથી આગળ થઈ જવા માંગે,ને બે પગની હરીફાઈ પ્રમાણે ચાલવું પડશે … Read more

અનહદ – માધવ રામાનુજ

Madhav Ramanuj

આપનાર આપીને ભૂલી ન જાય- અને લેનારા રાખે ન યાદ !કેવું એ દાન અરે કેવું વરદાન કેવો જીવતરનો અનહદ સંવાદ !…. અબજોના અબજોનું આપ્યું અજવાળું ને ઉપરથી અઢળક અંધાર,મોંઘામાં મોંઘો આ પ્રાણ અને વાયુ આ ધરતીને સૃષ્ટિનો સાર-આપ્યું એ ભૂલી ન આપ્યાની રોજરોજ કરતા રહ્યા રે ફરિયાદ….. એમ તો એકાંતમાં કે ભીડમાં કે ગમે ત્યાં … Read more

error: Content is protected !!