રામની વાડીએ – નટવર કુબેરદાસ પંડ્યા

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી,આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;ધર્માદાચણથી પંખી ન ઉડાડીએ જી.રામની વાડી ગામ આખાની, હોય ન એને વાડ,બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;વાડ કરી આ ક્ષિતિજ ના વણસાડીએ જી. રામની વાડી ભોગવવી ભાઈ, હકનાં … Read more

હે ડઠ્ઠર બુસ્કોટ

ઝૂર તને ક્યાંથી અડે, હે ડઠ્ઠર બુસ્કોટ માપ લઈ સીવ્યો તને, હે ડઠ્ઠર બુસ્કોટ ! તું નય રૂ નય પૂમડું નય દીવાની વાટ, તું તાકાનો પીસ છે, હે ડઠ્ઠર બુસ્કોટ ! ઢાંકી ઢંકાઈ જશે ભોજનિયાળી ભાત, પણ રખરખ ક્યાં ઢાંકશે, હે ડઠ્ઠર બુસ્કોટ ! કાપો તો ના નીકળે ટીપું એક કપાસ તું નકરો બુસ્કોટ છે, … Read more

ભરત ખેની

શબદ એરણે ચડ્યા અમોને ચારેકોરથી ઘડયા… ફૂંક મારી, આગ ચેતવી, અંદર નખશિખ નાખ્યા, ઝળહળ તાપ ઝપાટા વચ્ચે જ્ઞાન ઘૂંટડા ચાખ્યા. બહાર છો ને રહ્યા બળેલા, માહે પાકી પડ્યા. અમોને ચારેકોરથી ઘડયા. શબદ એરણે ચડ્યા પહેલા ઘાએ પામી લીધા અગમનિગમ ના ભેદ, બીજા ઘાએ વાણી વૈખરી, ત્રીજા ઘાએ વેદ, ચોથા ઘાએ જ્ઞાનના સઘળા તાળાં તૂટી પડ્યાં. … Read more

error: Content is protected !!