સાંભળ સજની જી – દયારામ

‘સાંભળ રે તું સજની માહરી, રજની ક્યાં રમી આવી જી? પરસેવો તને ક્યાં વળ્યો? તારી ભમ્મર ક્યાં ભિંજાણી? સાચું બોલો જી’ ‘વનમાં હું તો ભૂલી પડી ને અતિશે મૂંઝાણી જી, પરસેવો મને ત્યાં વળ્યો, મારી ભમ્મર ત્યાં ભિંજાણી. સાંભળ સજની જી’ ‘કાલે મેં તારી વેણી ગૂંથીતી, છૂટી કેમ વિખરાણી જી? એવડી ઉતાવળ શી પડી જે … Read more

એક શાર્દુલ શ્રૃંગાર – ગઝલ : રાહી ઓધારિયા

તારી સૌરભ દૂર ક્યાંક પ્રસરી , મ્હેકી ઊઠ્યો હું અહીં, ત્યાં તારું લયબદ્ધ નર્તન અને ઝૂમી ઊઠ્યો હું અહીં. તારા કોમળ કંઠમાં નિવસતી ગાતી રહી કોકિલા- ને એ ગીત તણી ગ્રહી મધુરતા ગુંજી ઊઠયો હું અહીં. તારી પાછળ આવતી ઉપવને ડોલી વસંતો તણી, ઝૂલી તું જરી આમ્રના તરુ પરે મ્હોરી ઊઠયો હું અહીં. કાળો ભમ્મર … Read more

જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો

એકાદો ઘૂંટ લઈ જામ કર્યો મીઠો, જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો ? આંગળીથી સરતી’તી અલગારી પ્રીત, આંખડીમાં છકલી’તી વ્હાલપની જીત, અંતરમાં ઘુમરાતો રંગ કો આદીઠો, જીવતરમાં એવો કદી કેફ નથી દીઠો પાંપણ ભીની ને હજી હોઠ રહ્યા કોરા સગપણનો રાહ તપે તરસે છે ફોરાં, રહી રહીને યાદ ચડે સ્વાદ એ અજીઠો જીવતરમાં એવો કદી … Read more

હું બાવળ વાઢવા નીસરી રે

બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા મને જંગલે ભરડો લીધો મૂઆ કેસૂડે ચટાકો દીધો મને લીલુડો આફરો ચડ્યો રે મા જોગમાયા હું બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા મને લીલોતરા ઘાસે ફટવી રોયા કાળોતરા ડુંગરે ફસવી મને અષાઢી મેઘલે ભીંજવી રે માં જોગમાયા હું બાવળ વાઢવા નીસરી રે મા જોગમાયા મારા હાથમાં ડોલે ડુંગરા બેય … Read more

નૂતન વર્ષાભિનંદન

હે કલ્યાણી ! આજનું નૂતનપર્વ મારા જીવનનું મંગલ પ્રભાત બનો ! તારી સ્વર્ણિમ આભાથી તેજોમય બનો, ઊર્ધ્વની દિશામાં આરંભબિંદુ બનો ! તારામાં મારી શ્રધ્ધા અટલ બનો તારા વિધાનમાં માંગલ્ય જાઉં, કોઈ રોષ કે હતાશા ન રહો ! તારાં ધૈર્ય અને શાંતિ મારામાં ઉતરો, તારાં સિવાય ચિંતનીય કશું ન રહો ! ‘હું’ અને ‘મારું’ વિલીન થાઓ, … Read more

error: Content is protected !!