એટલું જ કહેવું – હરિકૃષ્ણ પાઠક

આપણે તો એટલું જ કહેવું :કાળની કસોટીએ તો ઊતરશું પારહજી હૈયામાં એવી છે હામ,દેશ કે વિદેશ નહીં ભૂલ્યા-ભટક્યાવસ્યું હૈયામાં ગમતીલું ગામ;પાઈની ઉધારી ના કરવીને દેવું તો હૈયે હરખાઈ બસ દેવું.  આપણે તો એટલું જ કહેવું. આવ્યા’તા જેમ એમ લેશું વિદાયનહીં નામનો યે ખટકો કે ખોટ,રડવાનું આવ્યું તો ધોધમાર રોયાજરી હસવું મળ્યું તો લોટ-પોટ.પીળા પાનામાં નથી … Read more

પ્રાર્થના – પ્ર. ચી. પરીખ

ગુલ આતમનાં અમ ખીલવવા,જગ બાગ મનોરમ મ્હોરવવા;મૃદ રંગ સુગંધિત રેલવવા,બલ દે પ્રભુ ! સૌરભ દે અમને. દઢ સંયમના તટમાં તરતી,અમ જીવનની સરિતા સરતી;જગ-સાગરમાં ભળવા ધપતી,બલ દે પ્રભુ ! ગૌરવ દે અમને. હૃદયે જગ- કૃંદનને ભરવા,પ્રણયે જગ- ઘર્ષણ હોલવવા,શિવ સર્જનના પથ તે બઢવા,બલ દે પ્રભુ ! પૌરુષ દે અમને. ગળવા ગરલો વ્યથતાં જગને,અમૃત ઝરતાં દિલ દે … Read more

હૈયું – પ્રહલાદ પારેખ

હૈયાની જાણો છો જાત ?કે’વી હોયે કંઈયે વાત,તોયે કે’વી ને ના કે’વી,બન્ને કરવાં, એકી સાથ. વજ્જર જેવા એને થાવું,ફૂલ સમા યે બનવું સાથ,ક્યાં વજ્જર ? ક્યાં ફૂલડું ? તેનેબન્નેનો કરવો મેળાપ. બિન્દુનું ગાવું છે ગાન,સિન્ધુનીયે લેવી તાન;દોસ્તી સૌ સંગાથે કરવી,નાનાં વા એ હોય મહાન. દુભાઈને ગાવું પરદુઃખે,ઘવાઈને પોતે ગાવું;દેવું છે પોતાને સઘળું,ને સાથે માગણ થાવું. … Read more

પારુલ ખખ્ખર

કોરાકટાક કરું મેડી-ઝરુખાં ને સુક્કવવા મેલું રે નેવા, કે તો ય સખી ડંખે છે પાણીના હેવા. કૂવાથી આજથકી લેવા અબોલા ને નદીયુંનો તરછોડું હાથ જીદ્દે ભરાણી છું જળ સાથે એવી કે ભરવી છે સૂરજને બાથ સુક્કા તળાવે જઇ પાણી મેલું કે હવે મારે નઇ લેવા કે દેવા કે તો ય સખી ડંખે છે પાણીના હેવા. … Read more

મેં પાનેતરમાં મોતી ટાંકયું – વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી ! તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી ! એક આસોપાલવ રોપ્યો, તેં આસોપાલવ ફળીયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં ખૂલી; તું આળસ મરડી ઊભો ને હું પડછાયામાં પડી ! એક પાનેતરમાં ટાંકયું, મેં પાનેતરમાં મોતી ટાંકયું પૂજયાં તેં પરવાળાં મેં શ્રીફળ ઉપર … Read more

error: Content is protected !!