પૂછતી નહીં કેટલો પાગલ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ… આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ… ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે. ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે. જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો. ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો. નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે. આપણા પ્રેમની, … Read more

કવિતા અહીં પ્રગટ થઈ’તી

પછી કરતાલના તાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી સળગતા કરના અજવાળે કવિતા અહીં પ્રગટ થઈ’તી અહીં જન્મ્યો હતો એ શબ્દ દામોદરકુંડને કાંઠે, નીતરતા કૃષ્ણના વ્હાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી સતત પીધા કર્યો’તો પ્રેમરસ મસ્તીમાં મત રહીને ચટકતી ગોપીની ચાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી ગમ્યું જગદીશને જે કૈ સ્વીકાર્યું એ સહજતાથી, સમર્પણ ભક્તિના ખ્યાલે કવિતા અહીં પ્રગટ … Read more

રતિક્રીડાનું ગીત – પરેશ‌ દવે

ચૂચૂકપુષ્પની ટોચે ફતોજી ચુંબનવલ્લી છાપે નિજ શ્યામાનુ અધર ગ્રહીને સખ્ય હોઠનું સ્થાપે ઊભા વરસ્યા મેહ ફતોજી ટૌકો માંગે ભડભડ સળગ્યા દેહ ફતોજી ટૌકો માંગે તન ચંપાનો ગજરો ગૂંથી ખળખળ કરતાં આણે પ્રીત કરીને પારેવડીને સોનલસેજમાં તાણે ચૂચૂકપુષ્પની ટોચે ફતોજી ચુંબનવલ્લી છાપે હળવે અંતર કાપ્યા કુંવારિયા હળવે દેહ માપ્યાં કુંવારિયા તે બોલ્યા ચિકવિક ચિકવિક દેહ ફતોજી … Read more

આવી શકો – કિશોર જિકાદરા

અબઘડી આવી શકો વા ફુરસદે આવી શકો, લાગણીનો છોડ છે, બન્ને ઢબે વાવી શકો. આવશે, એનું જ ઘર છે, એ સ્વયં રસ્તો કરી, બારણાને કેમ ઠાલું રોજ અટકાવી શકો ? રાખવાની બે જ જગા છે, શ્વાસમાં રાખી શકો, બોજ લાગે તો સ્મરણ ભીંતેય લટકાવી શકો. બાતમી પાકી મળે તો માર્ગ વચ્ચે આંતરી, કાન પકડીને પવન, … Read more

આ સાંજ – રમણીક સોમેશ્વર

આ સાંજ કશું કારણ લઈને ક્યાં આવે, દીવાની શગ વચ્ચે રહી કેવાં તોફાન મચાવે. આ સાંજ કશું કારણ લઈને ક્યાં આવે. ખુલ્લી હોય અગાશી, ઠંડી લ્હેર હવાની સ્પર્શે, સાંજ બધા સ્પર્શો વિખેરી પીંછા જેવું ખરશે. તીણો સ્વર પંખીનો ભટકી ભટકી કેમ સતાવે. આ સાંજ કશું કારણ લઈને ક્યાં આવે. કાચી લીંબોળીની સાથે સમય બહાવરો ટપકે, … Read more

error: Content is protected !!