વિસ્થાપન – રમણીક અગ્રાવત

કહે છે વરસભરમાંશરીરની સમૂળી ચામડીબદલાઈ જાય છે. કહે છે એકની એક નદીમાંઆપણે બીજી વખતનહાઈ શકતા નથી. નામ-અટક-ગોત્રધારી હુંએનો એ જ વસું છુંઆ બદલાતા શરીરમાં? વયના વહેણમાં વહેતું શરીરઆમ કહ્યાગરું છેઆમ કહ્યાબારું છે. મારામાંથી એક ઊછળતો કૂદતો છોકરોક્યાં જતો રહ્યો?ક્યાં સરી ગયોએ તરલ દીસતો તરુણ?ગાલની સાચવેલી કુમાશ લઈકઈ તરફ વળ્યો એ યુવાન?બધું જ સરળ કરી નાખવાનીતાલાવેલીમાં … Read more

મોસમ પણ મીઠુંમરચું ભભરાવે છે – ઉદયન ઠક્કર

આપની આ ખટમીઠી વાતો આમે અમને ભાવે છેને ઉપરથી મોસમ પણ મીઠુંમરચું ભભરાવે છે! અમને મોસમ એમ મળે છે, જાણે ઓળખતી જ ન હો!આપની સામે હસીહસીને ગુલદસ્તો લંબાવે છે તારલિયાની લિપિ ય છે, ને રાતનું પરબીડિયું પણ છેઆભ ભરીને પત્ર કોઈનો આપને નામે આવે છે રોજ સવારે સાગરકાંઠે નાચી ઊઠે જલપરીઓરુમ્મક ઝુમ્મક મોજાંનાં ઝાંઝર કોઈ … Read more

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ – હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. રોજ વિઘ્નો પાર કરતાં દોડવાનું છોડીએ.પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ. આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ–બ–ખુદ,અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ. મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે,કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ. હોય જો તાકાત તો બે –ત્રણ હલેસાં મારીએ,જળને વ્હેવાની … Read more

સ્મૃતિ – નિરંજન ભગત

ઘરની અંદરવર્ષોથી એક ખૂણામાં બેસી રહૂં.મારો ખંડ સુશોભિત,છત પર બિલોરી ઝુમ્મરો,ભોંય પર ગૂંથેલી જાજમો,બારી પર રેશમી પડદા,ભીંત પર મઢેલા અરીસા,ટેબલ પર રંગીન ફૂલો;મારો ખંડ ભર્યો. ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,મને ઘડી હસાવી, ઘડી રડાવી,જાણું નહીં ક્યારે એ વિદાય થયું;મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.હવે મારો ખંડ ખાલી ખાલી,હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો. – નિરંજન … Read more

તૂટવું કેવી રીતે ? – ઉર્વીશ વસાવડા

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ? પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ? છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ? દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,દ્વારને અવઢવ રહે કે ખૂલવું … Read more

error: Content is protected !!