વાણીથી ફૂલડાં ધરજો રે… હરીશ શાહ

ભાર હ્રદયનો હળવો કરજો, દિશદિશ પ્રીત વહેંચજો રે…ભૂલી સઘળી જૂની આહટ, આજે સહજ સમજજો રે….વાણીનાં ફૂલડાં ધરજો રે…. સુખદુઃખની ઘટમાળ જીવનમાં, જેમ હો ભરતીઓટ,ભલે થયાં હો સાવ અબોલા, હ્રદયથી નવ હો ચોટ. મરણ-જીવનના કૌંસની વચમાં હેતની હેલી કરજો રે…..વાણીનાં ફૂલડાં ધરજો રે…. ઝાલ્યો’તો જે હાથ પૂર્વમાં ફરી ફરી પકડી લો ,અગર થયા હો ભારે હૈયા, … Read more

પ્રભુનું નામ લઈ – શયદા

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું;હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું. જતાં ને આવતાં મારે જ રસ્તે,બની પથ્થર, હું પોતાને નડ્યો છું. ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,અને પાસે જતાં ભોંઠો પડ્યો છું. તમો શોધો તમોને એ જ રીતેહું ખોવાયા પછી મુજને જડયો છું. ખુશી ને શોક, આશા ને નિરાશા,નિરંતર એ બધાં સાથે લડ્યો છું. પરાજય … Read more

ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રેગિરિવરધારીને ઊપાડી, મટુકીમાં ઘાલી રેભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રેનાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રેભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રેમટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રેભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી … Read more

ડૂબવાની અણી પર – ભરત ભટ્ટ

ભરત ભટ્ટ

આમ સૂર્યાસ્ત છે ઊગવાની અણી પર !પીળાં પડછાયાઓ ભૂલવાની અણી પર ! તીર છૂટ્યું નહીં છૂટવાની અણી પર !મૌન પાળ્યું હશે બોલવાની અણી પર ! એમ અથડાય દાંડી દીવાની અણી પર!વહાણ તરતું રહે ડૂબવાની અણી પર ! ઝાડ થઈ જાય માણસ છતાં ડર તો રહેશે;પંખીઓ બેસશે ઊડવાની અણી પર ! લોક જાગ્યાં નથી તો હશે … Read more

વેણીનાં ફૂલ – ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી

મારે ઘેર આવજે બેની !નાની તારી ગૂંથવા વેણી. આપણા દેશમાં નીર ખૂટ્યાં નેસળગે કાળ દુકાળ;ફૂલ વિના, મારી બેનડી ! તારાશોભતા નો’તા વાળ – મારે૦ બાગબગીચાના રોપ નથી બે’નીઊગતા મારે ઘેર;મોગરા ડોલર જાઈ ચંબેલીનીમારે માથે મ્હેર – મારે૦ રૂપ સુગંધી હું કાંઇ નો જાણુંડુંગરાનો ગોવાળ;આવળ બાવળ આકડા કેરીકાંટ્યમાં આથડનાર – મારે૦ ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાંરાતડાં ગુલેનારસાપ-વીંટ્યા પીળા કેવડા … Read more

error: Content is protected !!