પ્રેમ હજી છે – વિહંગ વ્યાસ

ઘણું થઈ શકે તેમ હજી છે.પૃથ્વી ઉપર પ્રેમ હજી છે. આટઆટલા પ્રલય પછી પણ,સઘળું કુશળક્ષેમ હજી છે. પૌત્ર બની રમતા પૂર્વજની,ભીંતે ફોટો ફ્રેમ હજી છે ! જળમાંથી છુટ્ટા પડવાનો,પરપોટાને વ્હેમ હજી છે. જેણે મટકુંયે ના માર્યુ,એ નજરોની નેમ હજી છે. વિહંગ વ્યાસ

error: Content is protected !!