કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન

વાંસના વનમાં થઇ વાતો પવન, કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન. તું મને સ્પર્શી ગઈ એવી રીતે, ભ્રમ થયો એવો અરે ! આ તો પવન. શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં, ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન. કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું, કેમ આ કંઇ વેળથી વાતો પવન. – ભગવતીકુમાર શર્મા

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે,સુગન્ધની સલૂણી ટપાલ ગમે. આજકાલ ગુલાલ ગુલાલ ગમે,સવિશેષ તમારો ખયાલ ગમે. ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે,વગડે છંટાતો રંગ લાલ ગમે. કેસૂડાએ ક સુંબલ ક્રાન્તિ કરી,ખાખરાનો મિજાજ જહાલ ગમે. પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ ,વસંતનો પૂરો મુદ્દામાલ ગમે! ફૂલની સવારી પાલખીએ ચઢી,કેસૂડાની કેસરી મશાલ ગમે. ‘કોઈ અહીં આવ્યું -ગયું વરણાગી ?પવનને પૂછવો સવાલ ગમે. પર્ણે પર્ણે … Read more

error: Content is protected !!