એક કાચી સોપારીનો કટ્ટકો રે… – વિનોદ જોશી

એક કાચી સોપારીનો કટ્ટકો રેએક લીલું લવિંગડીનું પાનઆવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માનએક કાચી સોપારીનો કાગળ ઊડીને એક ઓચિંતો આવિયોકીધાં કંકોતરીનાં કામ,ગોતી ગોતી ને આંખ થાકી રે બાવરીલિખિતંગ કોનાં છે નામ? એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રેએક ઝાંઝરનું ઝીણું તોફાનઝાલજો રે… તમે ઝીલજો રે… એનાં મોંઘા ગુમાનએક કાચી સોપારીનો … એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો … Read more

મેં પાનેતરમાં મોતી ટાંકયું – વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી ! તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી ! એક આસોપાલવ રોપ્યો, તેં આસોપાલવ ફળીયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં ખૂલી; તું આળસ મરડી ઊભો ને હું પડછાયામાં પડી ! એક પાનેતરમાં ટાંકયું, મેં પાનેતરમાં મોતી ટાંકયું પૂજયાં તેં પરવાળાં મેં શ્રીફળ ઉપર … Read more

આવશું (ચોમાસાનું ગીત) ~ મણિલાલ હ. પટેલ

અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશુંધોધમાર, ઝરમર ફુહાર, વળી વીજળી ને વાછંટો લાવશું…કોકવાર આ તો પહેલો વરસાદ પછી બીજો વરસાદ એવું ભીંજતાં ભીંજતાં ગણવાનુ હોય નહીં ખેતર ને માટીની જેમ બધુ લથબથ મહેકાય પછી કક્કાની જેમ કશું ભણવાનું હોય નહીં. …કોકવાર તારે મલક ચઢી આવશું વૃર્ક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં પંખીઓ તારામાં … Read more

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

Madhav Ramanuj

અંદર તો એવું અજવાળું, અજવાળું……..સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.અંદર તો એવું અજવાળું, અજવાળું ……. ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળુંઅંદર તો એવું … Read more

મેં તો સફરમાં સંગાથ કીધો

મેં તો સફરમાં સંગાથ કીધો મેં તો સફરમાં રંગ ઢોળી દીધો મેં તો સફરમાં સંગાથ કીધો એક સફર કીધી ભગતસિંહ સંગે મા ભારતીના કદમોને ચૂમી રંગ કેશરિયો અઢળક છલક્યો ને છલકી ત્યાં સૌની ખુમારી સુખદેવ, તિલક અને રાજગુરુ સંગ મેં તો ભર ભર કેશરિયો પીધો મેં તો સફરમાં સંગાથ કીધો બીજી સફર મારી ગાંધી બાપુ … Read more

error: Content is protected !!